<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

કચ્છમાં ગેલન્ટ ઇસ્પાત કંપનીમાં ગરમ મેટલ ઉડતા દાઝેલા બે કામદારોના મોત

કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમોમાં કામદારોના અકસ્માત મોતના બનાવો ચિંતા સાથે સલામતી બાબતે અનેક સવાલો સર્જે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમોમાં કામદારોના અકસ્માત મોતના બનાવો ચિંતા સાથે સલામતી બાબતે અનેક સવાલો સર્જે છે. આવા જ વધુ એક અકસ્માતના બનાવમાં સામખિયાળી પાસે આવેલ ગેલન ઇસ્પાત કંપનીમાં ગત ૧૬ નવેમ્બરે કામદારો ઉપર ઉડેલા ગરમ મેટલને કારણે દાઝી જવાના સર્જાયેલ બનાવમાં સારવાર દરમ્યાન બે કામદારોના મોત નિપજ્યા છે. આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશને નોંધાયેલ બનાવ અનુસાર ગત ૧૬ નવેમ્બરે બોઇલર માંથી ગરમ મેટલ ઉડતા દાઝી ગયેલા મૂળ યુપીના ૪૯ વર્ષીય ધર્મેન્દ્રસિંહ નરસિંહપ્રસાદ અને બિહારના ૩૭ વર્ષીય નરેન્દ્રસિંહ યાદવ અતિ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને અમદાવાદ સારવાર માટે રિફર કરાયા હતા પણ તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:31 AM IST)