News of Friday, 26th December 2025
વાંકાનેરમાં બાજપેયજીની જન્મ શતાબ્દીની ઉજવણી કરતા ધારાસભ્ય સોમાણી

વાંકાનેર : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયજીની જન્મ સતાબ્દી નિમિતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં શ્રમયજ્ઞ સાથે પ્રથમ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાં સ્થળે સફાઇ અભિયાન કરી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આસપાસ સફાઇ ઝૂંબેશ ચલાવી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા હતાં. જેમાં પાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, ઉ.પ્રમુખ હર્ષિતભાઇ સોમાણી, પાલીકા સદસ્યો જીજ્ઞેશભાઇ નાગ્રેચા, બ્રિજરાજસિંહ રાણા, પ્રદિપભાઇ પઢીયાર, ચેતનગીરી ગોસ્વામી, મેરૂભાઇ સરૈયા, પાલીકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઇ જેપાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઇ વોરા, ચિરાગ સોલંકી, પ્રતાપભાઇ બારોટ, હર્ષદભાઇ ગોહેલ, કાંતીલાલ કુંઢીયા સહિત અગ્રણીઓ - આગેવાનો તથા પાલીકા કર્મચારી ગણે પણ ઉપસ્થિત રહી જન્મ સતાબ્દીની ઉજવણી કરેલ હતી. (તસ્વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
