News of Friday, 26th December 2025
ડોલરભાઇ અને ગિરીશભાઇના આંગણે નિકુલજી બારોટની પધરામણીઃ રઘુવંશી સમાજની વંશાવળીનું ચોપડા પૂજન

જૂનાગઢ : કોટેચા પરિવારમાં પૂ. નિકુલજી બારોટનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. રઘુવંશી લોહાણા સમાજના વંશાવળીના ચોપડા પૂજન, વંશાવળીનું આદાન, પ્રદાન કરાયુ હતુ.
લોહાણા સમાજ એકમાત્ર બારોટ પૂજય નિકુલજી બારોટ (મો.નં.૯૯૧૩૬૭૯૩૬૯) અને તેમના પુત્ર શ્રી અભિજિત બારોટનું સ્વાગત અને વંશાવળીના સૈકાઓ પૌરાણિક હસ્ત લિખીત ચોપડાનું ભૂદેવોના મુખે મંત્રોચ્ચાર દ્વારા પૂજન કરવામાં આવેલ. શ્રી ડોલરભાઈ તેમના ધર્મ પત્નિ શ્રી. પ્રીતિબેન અને પરિવારે મળી પૂજન કર્યુ હતું. પરિવારના કુળ ગૌત્ર, કુળદેવીના નિવૈધ, દીકરાઓના જન્મ અને લગ્નના કર, સુરાપૂરા દાદાના નિવૈધની માહિતી તેમજ પૂર્વજોની ઉત્તરોત્તર માહિતી આદાન, પ્રદાન કરી ભેટ-દક્ષિણાથી સન્માનિત કરેલ. આ સમયે તેમના પરિવારે પણ હાજરી આપેલ. આ પ્રસંગે રાજકોટ થી જાણીતા ઉદ્યોગપતિ કમલેશભાઈ ગણાત્રા પણ હાજર રહયા હતા. ગુજરાત રાજ્ય સહકારી કળષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેંક) અમદાવાદ -રાષ્ટ્રીય સહકારી કળષિ અને ગ્રામીણ વિકાસ બેંકસ ફેડરેશન લી. મુંબઈના ચેરમેન ડોલરભાઇ કોટેચા તથા જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ નરેન્દ્રભાઈ, તથા ઉત્તમભાઈ, તથા ધીરુભાઈ, તથા વિપુલભાઈ, રેશ્માબેન, યતીનભાઇ, હેમાલીબેન પરિવાર સહિતે વંશાવળીના ચોપડા પૂજનનો લાભ લીધો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
