<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની જનકલ્‍યાણ પદયાત્રાનું અગતરાય ખાતે સ્‍વાગત

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૬: રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથથી પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવ સુધીની કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાની જન કલ્‍યાણ પદયાત્રા  આજે અગતરાય ગામે પહોંચી હતી.

કેશોદના અગતરાય-કેશોદ વચ્‍ચે પદયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું બાદમા વિવિધ યોજનાઓની જાણકારી સાથે સર્વના કલ્‍યાણની ભાવના સાથે આ પદયાત્રા કેશોદ તરફ આગળ નીકળી હતી.

સૌરાષ્‍ટ્રની સાંસ્‍કળતિક વિરાસતો વચ્‍ચે આધ્‍યાત્‍મિક ચેતના અને જન કલ્‍યાણની ભાવના સાથેની આ પદયાત્રામાં અગતરાય થી કેશોદ દરમિયાન ધારાસભ્‍ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, કેશોદ શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ પ્રજાપતિ,સંગઠનના પદાધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા.

(11:29 AM IST)