<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

વાંકાનેરમાં કારમાં ૭ કિલો ગાંજા સાથે બે શખ્‍સોને મોરબી એસઓજીએ ઝડપી લીધા

લલીત ઉર્ફે લક્કી ઘામેચા અને વિજય સારલાની ૧૦.૭૨ લાખના મુદામાલ સાથે ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલા બંને  શખ્‍સો ગાંજાના જથ્‍થા સાથે નજરે પડે છે (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ -મોરબી) 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૬: મોરબી એસઓજી પોલીસે ટીમે પુલ દરવાજા નજીક દરોડો પાડી અર્ટીગા કાર સહિત રૂ.૧૦,૭૨,૬૫૦નો મુદામાલ જપ્‍ત કર્યો.

મોરબી શહેર - જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ ચિંતાજનક રીતે વધ્‍યું છે ત્‍યારે એસઓજી એટલે કે, સ્‍પેશિયલ ઓપરેશ ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેર શહેરના ટાઉનહોલ નજીકથી અર્ટીગા કારમાંથી ૭.૧૮૩ કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી લઈ ૧૦.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્‍જે કરી એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્‍ત વિગતો મુજબ મોરબી એસઓજી પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર ટાઉનહોલ નજીક દરોડો પાડી શંકાસ્‍પદ હાલતમાં ઉભેલી જીજે - ૦૪ - ડીએન - ૩૮૦૪ નંબરની અર્ટીગા કાર ચેક ક૨તા કારમાં બેઠેલા આરોપી લલિત ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા અને આરોપી વિજય સાગરભાઈ સારલા નામના બે શખ્‍સના કબ્‍જામાંથી ૭.૧૮૩ કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા ૩,૫૯,૧૫૦, મોબાઈલ નંગ ૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦, રોકડા રૂપિયા ૩૫૦૦ તેમજ ૭ લાખ રૂપિયાની અટીંગા કાર મળી કુલ રૂ. ૧૦,૭૨, ૬૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી વાંકાનેર શહેર પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવ્‍યો હતો.

(11:37 AM IST)