News of Friday, 26th December 2025
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર સહિતના સામે પીએમઓમાં ફરીયાદ
ઘુડખર અભ્યારણ નજીક જ સોલાર પ્લાન્ટને રાજેન્દ્ર પટેલે મંજુરી દીધી'તી : ફરીયાદી અશ્વિન પટેલની રજુઆત બાદ કાર્યવાહી

(ફજલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૬: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ ના નિવાસ્થાને ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લાની કીમતી જમીનો સોલાર કંપનીઓને ફાળવી દેવામાં આવી હોવાના કારણે દરોડાની કામગીરી કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના અરજદાર દ્વારા પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે અંદાજિત ૮૫૦ કરોડથી વધુ ના ખર્ચ થી સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે
ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા આ અંગે રેવન્યુ વિભાગ ઘુડખર અભ્યારણ વિભાગ ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવ્યા હોવાના કારણે અંતે પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ૬૦ કરોડનો પ્લાન બતાવી ૮૫૦ કરોડથી વધુ નો પ્લાન નાખવામાં આવ્યા હોવાની રજૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી નજીકમાં ઘુડખર અભ્યારણ હોવાના કારણે આજુબાજુના પ્રાણીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે તે વ્યવસ્થા ન કરવામાં આવી હોય અને પ્લાન ગેરકાયદેસર ઉભો કરવામાં આવી હોવાની રજૂઆત અધિકારીઓ સામે પીએમઓ ઓફિસ ખાતે કરવામાં આવી હતી આ સંદર્ભે ૦૭ વખત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ પ્રશ્નનો નિવેડો ન આવતા અંતે ફરિયાદી દ્વારા પીએમઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.
સોલાર કંપની દ્વારા પ્લાન ઉભો કરી નાખવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અને આ ઉપરાંત રોજની ૪૦ લાખ રૂપિયાની વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે રેવન્યુ વિભાગ અને ખેડૂત ખાતેદારોની પણ પરમિશન લેવામાં ન આવી હોવાનું ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે હવે તપાસ ઇડીને સોંપવામાં આવી છે ત્યારે કંપનીના રોકાણકારો દ્વારા જિલ્લા કલેકટરને મળ્યા મંજૂરી આપી દેવામાં આવી હોવાનો પણ ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આ આધારે દરોડા પાડવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
