<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

પોરબંદર પાસે બરડા ડુંગરમાં વધુ એક દેશી દારૂની ભઠ્ઠી પોલીસે બંધ કરાવીઃ ૧ર૦૦ લીટર આથો ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :... બરડા ડુંગરની ફુલઝર નેસની વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડીને દારૂનો આથો ૧ર૦ લીટર તથા દારૂની ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૩પ,ર૦૦ નો મુદામાલ પકડી લીધો હતો.

આ દારૂ દરોડા દરમિયાન આરોપી કાના જેસાભાઇ મોરી રે. ફુલઝર નેશવાળો હાથ આવ્‍યો નહોતો.

ઇન્‍ચાર્જ પો. અધિ. સુરજીત જી. મહેડુ, નાઓના માર્ગદર્શન હેઠળ  રાણાવાવ પો.સ્‍ટે. પો.ઇન્‍સ  એન.એન.તળાવીયા  દ્વારા સુચના અન્‍વયે રાણાવાવ પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ.  આર.વી.મોરી તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફના પો.કોન્‍સ સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ નાઓને મળેલ બાતમી મુજબ  બરડા ડુંગર ફુલઝરનેશ થી પુર્વે આશરે અડધો કિ.મી. દુર પાણીની ઝરના કાંઠે હકિકત વાળી જગ્‍યાએ  રેઇડ કરતા કાના જેસાભાઇ મોરી રહે.ફુલઝરનેશ  વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને મજકુર ઇસમ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્‍ટે.માં પ્રોહીબિશનનો ગુન્‍હો રજી. કરાવેલ છે.

આ દારૂ દરોડો દરમિયાન  કાના જેસાભાઇ મોરી રહે. ફુલઝરનેશ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો. લી. ૧ર૦૦ો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ. રૂા. ૩પ,ર૦૦ નો મુદામાલ મળી આવેલ. આરોપી કાના હાથ આવ્‍યો નહોતો.

આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.  એન.એન.તળાવીયા  તથા પો.સબ.ઇન્‍સ. આર.વી.મોરી તથા પો.હેડ.કોન્‍સ,બી.જે.દાસા, બી.વી.વાળા તથા પો.કોન્‍સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, ભરત કાનાભાઇ,જયમલ સામતભાઇ, કુણાલસીંહ પ્રવિણસીંહ, અતુલ કરશનભાઇ તથા ફોરેસ્‍ટર ગાર્ડ દેવા ભીમાભાઇ ઓડેદરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

(12:09 PM IST)