<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ગિરનાર ૮, નલીયામાં ૯.૫ ડિગ્રી

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડકની અસર બરકરાર

 

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં આજે પણ ઠંડક યથાવત છે. આજે ગિરનાર પર્વત ઉપર ૮, નલીયામાં ૯.૫, અમરેલી ૧૩.૨, રાજકોટ ૧૩.૮, જામનગરમાં ૧૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬: આજે સવારે ગિરનાર પર ૮ ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ ઠુંઠવાઇ ગયા હતા.

સતત બીજા દિવસે પણ ગિરનાર પર લઘુત્તમ તાપમાન ૮  ડિગ્રી રહેવાની સાથે કાતિલ ઠાર પણ વધતા સમગ્ર પર્વત ટાઢોબોળ થઈ ગયો હતો. પર્વતના પથ્‍થરો પણ બરફ જેવા થઈ જતા ઠંડી વધુ આક્રમક બની હતી.

જુનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી રહ્યું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮% રહેવાના કારણે ઠંડી કાતિલ બની હતી. બીજી તરફ સવારથી ૨.૭ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૫, મહતમ તાપમાન ૨૮.૬, ભેજનું પ્રમાણ ૬૪%, પવનની ગતિ ૪ કિ.મી. રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર                      લઘુતમ તાપમાન

ગીરનાર પર્વત      ૮.૦ ડીગ્રી

અમદાવાદ  ૧પ.૩ ડીગ્રી

અમરેલી     ૧૩.ર ડીગ્રી

બરોડા               ૧૩.૬ ડીગ્રી

ભાવનગર   ૧૬.ર ડીગ્રી

ભુજ         ૧૪.૧ ડીગ્રી

દમણ               ૧૭.૦ ડીગ્રી

ડીસા                ૧૩.૬ ડીગ્રી

દીવ         ૧પ.પ ડીગ્રી

દ્વારકા               ૧૭.૧ ડીગ્રી

ગાંધીનગર  ૧૪.ર ડીગ્રી

જામનગર   ૧પ.૦ ડીગ્રી

કંડલા               ૧પ.ર ડીગ્રી

નલિયા              ૯.પ ડીગ્રી

ઓખા               ર૦.૮ ડીગ્રી

પોરબંદર    ૧૪.૪ ડીગ્રી

રાજકોટ     ૧૩.૮ ડીગ્રી

સુરત                ૧૬.૬ ડીગ્રી

વેરાવળ     ૧૮.૪ ડીગ્રી

(12:18 PM IST)