News of Friday, 26th December 2025
ધ્રોલનાં હરીપર પાસે શ્રી ગોરડીયા હનુમાનજી દાદા મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા : મહારૂદ્ર
૧ થી ૩ જાન્યુઆરી સુધી ધર્મોત્સવ : દરરોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોઃ પ૧ કુંડી યજ્ઞમાં પ૧ દંપતી આહુતી આપશે

(હસમુખરાય કંસારા-સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ર૬: ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલ શ્રી ગોરડીયા હનુમાનજી મંદિર નો આશરે ૧,૫૦ કરોડના ખર્ચે જીણોધ્ધાર કરવામાં આવેલ છે આ મંદિરના નૂતન નવ નિર્માણ પ્રસંગે મંદિર, શિખર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સહ મહારૂદ્ર યજ્ઞનુ આયોજન હરીપર ખાતે તા.૧/૧/૨૦૨૬ થી તા.૩/૧/૨૦૨૬ સુધી ના ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ પ્રસંગે આયોજકો તરફથી ધ્રોલ સહિત ધ્રોલ, જોડિયા, પડધરી, ટંકારા, જામનગર અને મોરબી શહેર તથા તાલુકામાં સમસ્ત હિન્દુ સમાજના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે ત્યારે આ ધાર્મિક પ્રસંગે આયોજકો તરફથી ૧૨ થી ૧૫ હજાર જેટલા ભક્તો આ ધર્મ લાભ લેવા પધારશે તેવું જણાવવામાં આવેલ છે.
હરીપર ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરના નવનિર્માણાના પવિત્ર અને ધાર્મિક કાર્યમાં શ્રી ગોરડીયા દાદા ના અનન્ય સેવકો એવા જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુન્દ્રા તથા દિનેશભાઈ ગોવિંદભાઈ કસુન્દ્રા મોરબી તાલુકાના રામગઢ ગામના અને હાલ અંકલેશ્વર સ્થિત વ્યવસાય કરે છે તેઓએ મુખ્યદાતા તરીકે સેવા આપેલ છે તેમજ
શ્રી ગોરડીયા દાદાના ધ્રોલ સહિત આજુબાજુના ગામોમાં વસતા તેમજ મૂળ ધ્રોલના અને હાલમાં વિદેશ સ્થિત દાતાઓ તરફથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાપ્રસાદ માટે આર્થિક યોગદાન સાંપડેલ છે. શ્રી રામચંદ્ર ભગવાન અને દ્વારિકાધીશ દાદાની અસીમ કળપાથી આ ત્રિ-દિવસીય મહોત્સવ સંવત ૨૦૮૨ના પોષ સુદ-૧૩ થી ૧૫ એટલે કે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૦૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થશે. આ મહોત્સવની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, ૧ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ૭.૩૦ કલાકે બાળાઓ દ્વારા શિખરનું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા કાઢવામાં આવશે, ત્યારબાદ મંડપ પ્રવેશ અને બ્રાહ્મણ પૂજન સાથે ધાર્મિક વિધિઓનો પ્રારંભ થશે. ભક્તો માટે ત્રણેય દિવસ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રથમ દિવસે રાત્રે ૯.૦૦ કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન છે,
જેમાં ખેલૈયાઓ ભક્તિના તાલે ઝૂમશે. ઉત્સવના બીજા દિવસે તા. ૨ જાન્યુઆરીના રોજ ગણપતિ પૂજન અને સ્થાપિત દેવતાઓના પૂજન સાથે યજ્ઞશાળામાં આહુતિઓ અપાશે, જ્યારે રાત્રિના સમયે સાંસ્કળતિક કાર્યક્રમ અંતર્ગત ખારવાગામના નાટક મંડળ દ્વારા પૌરાણિક નાટક ભજવવામાં આવશે. મહોત્સવના અંતિમ અને મુખ્ય દિવસે, તા. ૩ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે વિવિધ સ્થળોએથી પધારેલા સંતો-મહંતોનું સામૈયું કરવામાં આવશે. બપોરે ૩.૩૦ કલાકે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મૂર્તિ અને શિખર પ્રાણ પ્રતિષ્ઠા, ન્યાસ વિધિ તથા મહાઅભિષેક કરવામાં આવશે. ખાસ કરીને સાંજે ૪.૨૮ કલાકે શુભ મુહૂર્તમાં મંદિરના નવ નિર્મિત શિખર પર શિખર સ્થાપના અને ૪.૩૦ કલાકે ધ્વજારોહણ વિધિ સંપન્ન થશે. ત્યારબાદ પૂર્ણાહુતિ અને આરતી સાથે આ દિવ્ય મહોત્સવનું સમાપન થશે.
આ ભગીરથ કાર્યના મુખ્ય યજમાન તેમજ મંદિર અને ભૂમિના દાતા તરીકે જગદીશભાઈ ગોવિંદભાઈ કાસુંન્દ્રા તથા દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુંન્દ્રા પરિવાર સેવા આપી રહ્યા છે. મંદિરના પૂજારી ઈશ્વરલાલ વિઠ્ઠલદાસ સહિતના ભક્તજનો અને સ્વયંસેવકો મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. આ પાવન પ્રસંગે શ્રી ગોરડીયા હનુમાનજી દાદાના દર્શન કરવા અને મહાપ્રસાદનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.(૪.૧૦)
શ્રી ગોરડીયા હનુમાનજી દાદાનો હરીપરનો ઈતિહાસ
ધ્રોલ, તા., ર૬: સંવત ૧૭૫૪ના માગશર સુદ અગિયારસના દિવસે તેઓ જ્યારે હરીપર વાગુદડની સીમમાં પહોંચ્યા ત્યારે દાદા સાક્ષાત્ ગોરડના વળક્ષ નીચે મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા, જેથી તેઓ ગોરડીયા હનુમાન તરીકે ઓળખાયા. ધ્રોળના રાજાના કુંવરને સર્પદંશમાંથી મુક્ત કરવાનો ચમત્કાર પણ આ સ્થાન સાથે જોડાયેલો છે, જેનાથી પ્રસન્ન થઈ તત્કાલીન રાજાએ મંદિર માટે જમીન અર્પણ કરી હતી. સૌપ્રથમ ધ્રોળ ઠાકોર સાહેબ જુણાજીએ અને ત્યારબાદ ઈ.સ. ૧૯૧૧માં ડોશી પરિવારે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે વર્ષ ૨૦૨૫માં દાદાના પરમ ભક્ત દિનેશભાઈ ગોવિંદભાઈ કાસુંદ્રા દ્વારા પિતળઓની સ્મળતિમાં અત્યંત ભવ્ય અને કલાત્મક નૂતન મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. આગેવાનો દ્વારા જણાવ્યું હતું.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
