<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં હાલમાં જે ડ્રાઇવ ચાલી રહી છે તે મયૂલ એકાઉન્ટના હોલ્ડર અલ્પેશ કરસનભાઈ સુવાની ધરપકડ બાદ જામીન અરજી રદ

મયુલ એકાઉન્ટના ગુનામાં રેગ્યુલર જામીન અરજી રદ કરતી ધોરાજી કોટ

ધોરાજી:-ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં હાલમાં જે ડ્રાઇવ ચાલી રહી છે તે મયૂલ એકાઉન્ટ ના હોલ્ડર અલ્પેશ કરસનભાઈ સુવા ની ધરપકડ કરવામાં આવેલી હતી
મયુલ એકાઉન્ટના ગુનામાં રેગ્યુલર જામીન અરજી ધોરાજીઃ કોર્ટે રદ કરી છે 
ઉપલેટા પોલીસ સ્ટેશનની હદમાં હાલમાં જે ડ્રાઇવ ચાલી રહી છે તે મયૂલ એકાઉન્ટના હોલ્ડર અલ્પેશ કરસનભાઈ સુવાની ધરપકડ કરવામાં આવેલી હતી. તેમના તરફે નામદાર અદાલત સમક્ષ રજૂઆત કરવામાં આવેલી કે તેઓ પોતે કશું જાણતા નથી અને ગુનો છે તે જે એમએફસી ટ્રાયેબલ છે પોતાના હાથમાં કોઈ રકમ ઉચાપતની મળેલી નથી. સમગ્ર રકમ કૃષ્ણદેવસિંહ ઉર્ફે લાલુ રણજીતસિંહ જાડેજા રકમ લઈ ગયેલા છે આવા સંજોગોમાં તેઓને જામીન ઉપર છોડવા જોઈએ.
તપાસ કરનાર અધિકારી ઉપલેટાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર પટેલ તરફથી નામદાર અદાલત સમક્ષ સોગંદનામુ રજૂ કરવામાં આવેલું કે, હાલમાં આ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે અને સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિ આ રીતના લોકોની મદદગારી કરી અને સાધારણ લોકોના ખાતામાંથી રકમ ઉપાડી રહ્યા છે. સમાજનું મોટું દુષણ છે. આ તબક્કે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલ કરેલી હતી કે હાલમાં ગૃહ વિભાગ તરફથી પણ સૂચના છે અને આ અંગે ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે હાલના અરજદારે રૂપિયા 35,000 માં પોતાનું ખાતું ભાડે આપેલું છે તે જાણી જોઈને આચરેલો ગુનો છે તે હળવાશથી લઈ શકાય નહીં આવા ગુના ની ઝીણવટ ભરી તપાસ થવી અત્યંત આવશ્યક છે. આરોપીને જામીન ઉપર છોડવામાં આવે તો તપાસ ઉપર પણ અસર પાડી શકે તેમ છે. 
આવા સંજોગોમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરેલી છે

(10:04 PM IST)