News of Friday, 26th December 2025
ગુજરાત આયુર્વેદો અમૃતાનામ સમુહ દ્વારા જુનાગઢ ગિરનાર તળેટી ખાતે શિવ નિકેતન ખાતે ગુજરાતમાંથી પધારેલ આયુર્વેદના તબીબો અને વિદ્યાર્થીઓનું "ગિરિવત પાર્શ્વે" નવમું સંમેલન યોજાયું
ધોરાજીના ખ્યાતનામ વૈદ્ય મેહુલભાઈ સંઘાણીને આયુર્વેદ રત્નથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગુજરાત આયુર્વેદો અમૃતાનામ સમુહ દ્વારા જુનાગઢ ગિરનાર તળેટી ખાતે આવેલા શિવ નિકેતન ખાતે સમગ્ર ગુજરાતમાંથી પધારેલ આયુર્વેદના તબીબો અને વિદ્યાર્થીઓનું "ગિરિવત પાર્શ્વે" નવમું સંમેલન યોજાયું
ધોરાજીના ખ્યાતનામ વૈદ્ય મેહુલભાઈ સંઘાણીને આયુર્વેદ રત્ન થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
જુનાગઢ ભવનાથ ખાતે આવેલ ગીરનાર તળેટી ખાતે આવેલા શિવનીકેતન આશ્રમ ખાતે ગુજરાત આયુર્વેદો અમૃતાનામ સમુહ દ્વારા જુનાગઢ ગિરનાર તળેટી ખાતે આવેલા શિવ નિકેતન આશ્રમ ખાતે સમગ્ર ગુજરાતમાંથી પધારેલ આયુર્વેદના તબીબો અને વિદ્યાર્થીઓનું "ગિરિવત પાર્શ્વે" નવમું સંમેલન યોજાયું હતું
આ સંમેલન માં તબીબો અને વિધાર્થી ઓની આયુર્વેદ આયુર્વેદિક જ્ઞાન માં વૃદ્ધિ થાય તે હેતુથી આ સમગ્ર આયોજન વૈદ્ય હાર્દિક કલાલ અને વૈદ્ય અજય પિઠીયા , વૈદ્ય સુમિત ધામેચા ,વૈદ્ય રાજ રાઠોડ અને સમગ્ર ટીમે દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદ આયુ વૈદિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે તજજ્ઞ વૈદ રાજ્ ઓને નિમંત્રિત કરાયા હતા જેમાં
આ તકે સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને વૈદ્યો એ
ભાવનગર થી પધારેલા વૈદ્ય કિશોરસિંહ ચુડાસમા સુરત થી પધારેલા વૈદ્ય મનોજભાઈ ઉપાધ્યાય અને ધોરાજીના ખ્યાતનામ વૈદ્ય મેહુલભાઈ સંઘાણી જુનાગઢ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રિન્સિપલ વૈદ્ય સિદ્ધેશભાઈ પંડ્યા, પૂર્વ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રણવભાઈ ત્રિવેદી વગેરે વૈદ રાજ્ દ્વારા કાર્યક્રમ દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ પ્રસંગે આયુર્વેદના તબીબો અને વિદ્યાર્થીઓનું "ગિરિવત પાર્શ્વે" નવમું સંમેલન મા ધોરાજીના વિદ્વાન વૈધ મેહુલભાઈ સંઘાણી તેમજ ભાવનગરના વૈદ્ય કિશોરસિંહ ચુડાસમા ચુડાસમા સુરતના વૈધ મનોજભાઈ ઉપાધ્યાય જુનાગઢ આર્યુવેદ મહાવિદ્યાલય ના પ્રિન્સિપાલ વૈદ સિદ્ધેશભાઈ પંડ્યા તેમજ વૈદ પ્રવણભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા આર્યુવેદ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું
સંમેલનમાં ગુજરાત ભરમાંથી પધારેલા વૈદ્ય મનોજભાઈ ઉપાધ્યાય વૈદ્ય કિશોરસિંહ ચુડાસમા વૈદ્ય પરાશર અખાણી ,વૈદ્ય મયુર મશરૂ વૈદ્ય અજય પિઠીયા વૈદ્ય સારીકાબેન જૈન વૈદ્ય હેતલબેન પટેલ વગેરે એ ઉર્જા સભર પ્રવચન આપ્યા હતા.
ઉપસ્થિત સમૂહએ આયુર્વેદના વિદ્યાર્થીઓની જ્ઞાનપીપાસા પરિપૂર્ણ કરતા તેમના ગુરૂજનનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું
આ તકે સમગ્ર રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને વૈદ્યો એ ભાવનગર થી પધારેલા વૈદ્યશ્રી કિશોરસિંહ ચુડાસમા સુરત થી પધારેલા વૈદ્યશ્રી મનોજભાઈ ઉપાધ્યાય અને ધોરાજીના ખ્યાતનામ વૈદ્ય શ્રી મેહુલભાઈ સંઘાણીને "આયુર્વેદ રત્ન" થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જુનાગઢ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રિન્સિપલ વૈદ્ય સિદ્ધેશભાઈ પંડ્યા, પૂર્વ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય પ્રણવભાઈ ત્રિવેદી અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વૈદ્યશ્રી મેહુલભાઈ ને આ પુરસ્કાર આપવામાં આવતા સમગ્ર ધોરાજીમાં હર્ષ ની લાગણી અનુભવે છે અને ડોક્ટર મેહુલભાઈ સંઘાણીને ધોરાજી માંથી તેમજ સમગ્ર ગુજરાત ભરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી
આ સમગ્ર આયોજન વૈદ્ય હાર્દિક કલાલ અને વૈદ્ય અજય પિઠીયા , વૈદ્ય સુમિત ધામેચા ,વૈદ્ય રાજ રાઠોડ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
