News of Saturday, 27th December 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાઓના પ૧ર ગામોમાં ર૪ કલાક ખેડૂતોને વિજળી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૬ : સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ને ૨૪ કલાક વીજળી મળે તે માટે વર્ષો થી માંગ કરવામાં આવી રહી હતી અને અંતે નિર્ણય કરી જિલ્લાના ૫૧૨ ગામોને ૨૪ કલાક વીજળી આપવાનનું નક્કી કરવામાં આવ્યું છે.મુળી તાલુકાના લીમલી ગામના ખેડૂત રથવી ઝાણાભાઈ લાલજીભાઈ કહે છે, ૨૪ કલાક સિંગલ ફેઝ પાવરની સુવિધા મળતા હવે અમે ખેતરમાં પંખા અને અન્ય વીજ ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ. આથી મચ્છરો અને ગરમીથી રાહત મળી છે, અને ખેતરમાં રહેવું વધુ સુરક્ષિત તેમજ આરામદાયક બન્યું છે. પહેલાંના સમયમાં રાત્રે વીજળી મળતી હોવાથી શિયાળાની કકડતી ઠંડીમાં ખેતરમાં જવું પડતું હતું. હવે દિવસ દરમિયાન વીજળી મળતા અમે રાતના ઉજાગરાથી મુક્ત થયા છીએ. સવારથી બપોર સુધી ખેતીકામ પતાવીને પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ વિતાવી શકીએ છીએ. આ સુધારાઓએ ખેડૂતોની જીવનશૈલીને વધુ સંતુલિત અને આનંદમય બનાવી છે.
દિગસર ગામના ખેડૂત અજયભાઈએ જણાવ્યું હતું કે, હવે દિવસ દરમિયાન વીજળી મળતા તેઓ રાતના ઉજાગરાથી મુક્ત થયા છે. દિવસે વીજળીના કારણે હવે જાનવરો કે જીવજંતુઓનો ડર પણ રહેતો નથી.
રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) સરકાર દ્વારા વીજળી વિતરણ ક્ષેત્રને સુધારવા, કાર્યક્ષમતા વધારવા અને વીજળીના નુકસાન ઘટાડવા માટે શરૂ કરવામાં આવી છે. જેના થકી વીજળીનું વિતરણ નેટવર્કને મજબૂત બન્યું છે. વીજ વિતરણના માળખામાં થયેલા સુધારાઓ, જેમ કે અંડરગ્રાઉન્ડ કેબલિંગ, કવર્ડ કંડકટર અને નવા ફીડરોની સ્થાપના બાદ હવે વીજળી ગુલ થવાની સમસ્યાઓ લગભગ નાબૂદ થઈ ગઈ છે. ઘ્ફઞ્ પંપ સંચાલક શ્રી વણોલ કિશનસિંહ કહે છે, ભ્ઞ્સ્ઘ્ન્ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી વારંવાર આવતા પાવર કટથી મુક્તિ મળી છે. આથી આર્થિક નુકસાન અટકયું છે અને વ્યવસાયમાં સ્થિરતા આવી છે. આવા સુધારાઓએ માત્ર ખેડૂતોને જ નહીં, પણ ગ્રામીણ વ્યવસાયિકોને પણ વિશ્વસનીય ઉર્જા પૂરી પાડી છે, જેનાથી અર્થતંત્રમાં નવી ગતિ આવી છે. આ પ્રગતિ ગુજરાતના વિકાસ મોડલને વધુ મજબૂત બનાવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના PGVCLના અધિક્ષક ઇજનેર એન.એન.અમીને જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાઁ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના ૧૦ તાલુકાના ૫૧૨ ગામોના ૮૦,૮૮૫થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વિવિધ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેનાથી તેમની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
સુધરેલી વીજ સુવિધાએ ખેડૂતોની જીવનશૈલીમાં હકારાત્મક સુધારો લાવીને કળષિ ક્ષેત્રે નવી પ્રગતિના દ્વાર ખોલ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
