News of Saturday, 27th December 2025
ગોંડલના પૂજ્ય ભાઈ નાથાલાલ જોશીના સંબંધોના પુસ્તક વિરાટ ચેતનાનાં પ્રદેશમાં-અમૃતમ-માધુરી પુસ્તકનું અનાવરણ
મા જગદંબાના પરમ ભક્ત... : વડાપ્રધાન-પુનિત મહારાજ-મોરારી બાપુ સહિતના અનેક ધૂરંધરો તેમને મળેલા...

રાજકોટ,તા.૨૬: ગોંડલનાં પૂજ્ય ભાઈશ્રી નાથાલાલ જોશીના પુત્રી ઇન્દિરાબેન જોશી દ્વારા આધ્યાત્મિક સંવાદોનાં પુસ્તક વિરાટ ચેતનાનાં પ્રદેશમાં'' અને ‘‘અમૃતમ-માધુરી'' ઓડિયોબૂકનું અનાવરણ-આર.આર. શેઠનું પબ્લીકેશન કરાયું છે. મૂળ જૂનાગઢનાં અને આઝાદી સમયે ગોંડલ આવીને વસીને ગોંડલમાં આજીવન આધ્યાત્મની ધૂણી ધખાવનાર શ્રી રમા નાથ તરીકે ઓળખાતા નાથાલાલ જોશી અધ્યાત્મ ક્ષેત્રનું એક શિરમોર નામ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીથી માંડીને પુનીત મહારાજ, સ્વામી રામદાસ, મોરારીબાપુ, મકરંદ દવે, મનુભાઈ ત્રિવેદી, સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, હરીન્દ્ર દવે, સુરેશ દલાલે આધ્યાત્મિક માર્ગદર્શન માટે પૂજ્ય ભાઈને મળેલા. તા. ૨૫-૧૨-૨૦૨૫ પોષ સુદ પાંચમનાં મા પ્રગટ્ય દિવસે પૂજ્ય ભાઈશ્રી નાથાલાલ જોશીના નિવાસસ્થાન એવા શ્રુતિ મંદિર - ગોંડલ ખાતે પૂજ્ય ભાઈના પુત્રી અને ટ્રસ્ટીશ્રી ઇન્દિરાબેન જોશી દ્વારા આધ્યાત્મિક સંવાદોનાં પુસ્તક વિરાટ ચેતનાનાં પ્રદેશમાં'' અને ‘‘અમૃતમ-માધુરી'' પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક સાહિત્ય અને અધ્યાત્મમા રસ ધરાવતા લોકો માટે દીવાદાંડી સમાન સાબિત થશે. પૂજ્ય ભાઈ દ્વારા અમૃતમ્ નામે નવ ભાગમાં ગદ્ય-પદ્ય શૈલીમાં પ્રાસાદિક, પ્રેરણા અને અર્ચના લખાયેલી છે. આ રચનાઓ રૂમી, રવીન્દ્રનાથ ટાગોર કે ખલીલ જિબ્રાનની રચનાને સમકક્ષ મૂકી શકાય તેવી છે. ઇન્દિરાબેન જોશી-ભટ્ટ દ્વારા ‘‘અમૃતમ્'' ની આ રચનાઓની સરળ શૈલીમાં સમજ સાથેની ઓડિયો બૂક તૈયાર કરવામાં આવી છે. આથી તેમના દ્વારા પ્રસ્તુત ‘અમૃતમ-માધુરી' ( ઓડિયો બૂક ખંડ - ૬) નું અનાવરણ પણ શ્રુતિ- ગોંડલ ખાતે તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનો બધા લોકો લાભ લે તેવું તેમણે જણાવ્યું છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
