<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પોરબંદર મેમણ જમાતના ૯ આગેવાનોને વકફ અધિનિયમ હેઠળ નોટીસો

સંસ્‍થાના ગેરવહીવટ સામે ફરિયાદ બાદ કાર્યવાહીઃ ૧૦ દિવસમાં ખુલાસા કરવા નોટીસમાં જણાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭:  સુર્યાવાડ મેમણ જમાતમાં ગેરવહીવટ સંબંધે વકફ બોર્ડમાં ફરિયાદ બાદ સુર્યાવાડ મેમણ જમાતના ૯ આગેવાનોને વકફ અધિનિયમ હેઠળ નોટીસો આપીને ખુલાસા રજુ કરવા જણાવાયું છે.

ગુજરાત રાજ્‍ય વકફબોર્ડ દ્વારા સુર્યાવાડ મેમણ જમાત વકફ સંસ્‍થામા ગેરવહીવટ બાબતે વકફ અધિનિયમ ૧૯૯૫ ની કલમ-૭૦ હેઠળ ૯ આગેવાનોને નોટીસ પાઠવવામાં આવીને બંધારણની રીત અનુસાર ૧ (એક) મહિનામાં ફેરફાર રિપોર્ટ ભરી અત્રે રજૂ કરવા તેમજ અરજદારો દ્વારા દર્શાવ્‍યા મુજબ રજુઆતના ખુલાસા દિવસ-૧૦ માં ગુજરાત રાજ્‍ય વકફબોર્ડ ની કચેરીએ રજુ કરવા નોટીસમાં જણાવ્‍યું છે.

આ નોટીસમાં માંગેલ વિગત નિયત સમયમાં રજુ નહિ થાય તો અત્રેથી વકફ અધિનિયમ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સામાવાળા તરીકે  સુર્યાવાડ મેમણ જમાત ટ્રસ્‍ટીઓ હાજી અ.સત્તાર અ.હબીબ હામદાણી, મોહંમદ હુશેન ઈસ્‍માઈલ સોરઠીયા, અ.ગફાર હાજી ઈબ્રાહીમ છુટાણી, સુલેમાન અ.સત્તાર પુંજાણી, મોહંમદ યુસુફ મોહંમદ પુંજાણી, મોહમદ સલીમ હાજી અ.રશીદ હામદાણી તથા મોહંમદ શફી ગુલામ હુરોન બેરા ના નામ તેમજ યુસુફ મોહંમદ પુંજાણી તથા હબીબ અ.ગની ચિતલવાળા ના નામો નોટીસમાં દર્શાવ્‍યા છે.

સુર્યાવાડ મેમણ જમાત રજીસ્‍ટર ન.બી.૧૦૦ જુનાગઢ પોરબંદર અત્રે નોંધાયેલ વકફ છે વકફમાં ગેર વહીવટ થતું હોવાની રજુઆત અરજદારશ્રીઓ ફારુક નુરમોહંમદ બધાડ, યાસીન જુનેદ અધાડી,  અફજલ યુસુફ અફીણી, મોહમદશફી ગુલામમોહંમદ બેરા તથા અકબર હારુન ગીગાણી અરજદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત ફરિયાદ મુજબ ટ્રસ્‍ટમાં ની છેલ્લી ચુંટણી ૧૯૯૯ ના અરસામાં થયેલ હતી જેમાં સુર્યાવાડ મેમણ જમાતના સભ્‍યોની જનરલ સભામા ૧૭૯ મુજબ ૩-૫-૧૯૯૯ માં ચુંટણી અગાઉથી જાહેર કરવામાં આવ્‍યા વગરની જનરલ સભામાં મેનેજીંગ બોર્ડની રચના કરવામાં આવેલ હતી અને ત્રણ વર્ષની મુદ્દત માટે આ કામના બંને સામાવાળાઓ સહીત સાત સભ્‍યોની રચનાને બહાલી આપેલ હતી. આ સામાવાળા બંને સહીત સાત સભ્‍યોન ત્રણ વર્ષ માટે બહાલી આપવામાં આવી ત્‍યારબાદ આજદિન સુધી કયારેપ ચુંટણી કરવામાં આવી નથી. સામાવાળાઓ ગેરકાયદેસર બંને વકફ બી-૨૪, (જુનાગઢ) જામે મસ્‍જીદ પોરબંદર અને બી-૧૦૦, (જુનાગઢ) સુર્યાવાડ મેમણ જમાત વકફ ઉપર કબજો કરેલ છે.

(12:04 PM IST)