News of Saturday, 27th December 2025
જામનગરમાં આણદાબાવા સેવા સંસ્થાના પૂ.દેવપ્રસાદજી મહારાજની પ્રેરણાથી વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાશે
વૃધ્ધાશ્રમની જગ્યાએ નવનિર્મિત વિશ્રામગૃહનું ૧ જાન્યુઆરીએ લોકાર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: જામનગર શહેરમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજની પ્રેરણાથી આણદાબાવા મહિલા વળદ્ધાશ્રમની સ્થાપના તા. ૧૬ નવેમ્બર ૧૯૭૭માં કરવામાં આવી હતી. જેમાં સંસ્થાને અત્યાર સુધીમાં ૫૫૬ માતાઓની સેવા કરવાનો અવસર મળ્યો છે. હાલ સંસ્થામાં ૬૦વર્ષથી લઇને ૯૨ વર્ષ સુધીના ૩૦થી વધુ માતાઓ રહે છે અને તેમની સંપૂર્ણ જવાબદારીમાં રહેવું, જમવું, દવા, વષા વગેરે સંસ્થા પુરી પાડી રહી છે. ત્યારે હવે વળદ્ધાશ્રમની જગ્યાએ વિશ્રામ ગળહનું લોકાર્પણ આગામી ૧, જાન્યુઆરી,૨૦૨૬ના કરવામાં આવી રહ્યું છે.
જામનગર શહેરમાં આણદાબાવા સેવા સંસ્થા દ્વારા નવું વળદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે. આ વળદ્ધાશ્રમમાં માતાઓને અટેચ બાથરૂમ ટોઇલેટની સારી સુવિધા મળશે અને ૨૪ રૂમોમાં એક રૂમમાં બે માતાઓ રહી શકે એટલે હવે કુલ ૪૮ માતાઓ રહેવાની સુવિધા છે. આજના સમયમાં આવી રહેલા માતાઓની શારીરીક ક્ષમતાને ધ્યાનમાં રાખી આ નવું વળદ્ધાશ્રમ બનાવવામાં આવ્યું છે અને તેનું નામ વિશ્રામ ગળહ રાખવામાં આવ્યું છે. કોંગો નિવાસી કેતનભાઇ, દીતીબેન તથા કોટેચા પરીવારે તેમા માતા કુમુદબેન રમણીકલાલ કોટેચાની સ્મળતિમાં આ સેવા પ્રકલ્પનો સ્વીકાર્યો છે. નવા વળદ્ધાશ્રમમાં મળશે સુવિધા લીફટની સુવિધા રૂમોમાં ટીવી, એસી તથા ઇન્ટર કોમની સુવિધા, એક મેડીકલ રૂમની વ્યવસ્થા છે. કેમ્પસમાં સંત્સગ માટે હોલ અને મંદિર, એક જ બિલ્ડિંગમાં ભોજનશાળાની વ્યવસ્થા, ફાયર સેફટી, કેમેરાથી સુસજ્જ રહેશે. તેમ આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું. (તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
