તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 27th December 2025
સરકારી નોકરીનો બનાવટી ઓર્ડર આપી માવઝીંઝવાના શખ્સે ખજુરી ગુંદાળાના બેરોજગાર પાસેથી બે લાખ લઇ લીધા
બાબરામાં ત્રણ મકાનમાં ચોરીઃ સવાલાખની મતા ગઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૭: જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામનાનિકુંજભાઈ કડવાભાઈ બુટાણી ઉ.વ. ૨૭ ને બગસરા તાલુકાના માવઝીંઝવા ગામના પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડાએ કહેલ કે હું પોતેએક સરકારી કર્મચારી છું.અને કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરું છું.અને અમરેલીડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ બુખારીનો પીએછું.અને હાલપુરતું મનેમોનટરીંગ કરવા માટે અમરેલીથી લાઠી, લીલીયા, બાબરા વગેરે જગ્યાએદરેક કોર્ટમાં ઓબ્ઝરવેશન કરવાનું કામ સોંપેલ છે.જે કામ હું કરું છું. અને હાલમાં અમરેલી ડિસ્ટ્રીકટ કોટમાં જજ ના ડ્રાઈવરની ભરતી અંગેની કામગીરી ચાલુ છે. તમારે નોકરીની જરૂરીયાત હોય તો હું ખાનગીમાં સેટીંગ કરાવી આપુ છું.જેથીનિકુંજભાઈ હાલમાં બેરોજગાર હોય અને તેને ડ્રાઈવરની નોકરી કરવી હોય.જેથી નિકુંજભાઈએઆરોપીને કહેલ કે હું ધો- ૧૦ સુધી ભણેલ છું. અને મારે નોકરી કરવી છે.જેથી પ્રકાશે કહેલ કે ગ્રેજયુએશન કરેલાને નોકરી આપીએછીએ તમારે ખાનગી સેટીંગ કરવુંપડશે.અનેહું તમારુંખાનગી સેટીંગ કરી આપીશ. જેના માટે તમારે રૂા. ૫ લાખ જજ નાખર્ચા માટે આપવા પડશે. જેથીનિકુંજભાઈએ કહેલ કે આટલી રકમની વ્યવસ્થા મારી પાસે નહી થાય.જેથી પ્રકાશેનિકુંજભાઈને રૂા. ૨ લાખ આપવાનું જણાવતા આરોપીએ ફરિયાદી પાસેથી ગુગલ પેમારફતે રૂા. ૨,૦૩,૦૦૦ મેળવી લીધેલ..અનેત્યારબાદ ફરિયાદીએ આરોપીને નોકરી બાબતે પુછતા કહેલ કે ૩૦ દિવસમાં સિવિલ કોર્ટના ડ્રાઈવર તરીકે ઓર્ડર મળી જશે. ત્યારબાદ ૩૦ દિવસ પછી ફરિયાદીએઆરોપીને ફોન કરતા તેણે કહેલ કે ૨જીસ્ટ્રાર રજા ઉપર છે.અને રજીસ્ટ્રાર અમરેલી કોર્ટમાં આવી જાય પછી તમને ઓર્ડર મળી જશે. ત્યારબાદ એકાદ અઠવાડીયા પછી આરોપીએફરિયાદીને ફોન કરી બગસરા બોલાવી નોકરીનો ઓર્ડર આપેલ.જેમાં અમરેલી ડ્રિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ડ્રાઈવરનો લેખિત ઓર્ડર જેમાં ડિઝીટલ સાઈન, રજીસ્ટાર ડ્રિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટ અમરેલી લખેલો ઓર્ડર ફરિયાદીને આપેલ.અને આરોપીએ કહેલ કે ૮ સપ્ટેમ્બરના રોજ અમરેલી કોર્ટમાં નોકરીમાં હાજર થવાનું જણાવતા ફરિયાદી ૮ સપ્ટેમ્બરના રોજ અમરેલી કોર્ટમાં ઓર્ડર સાથે હાજર થતા અને ઓર્ડર બતાવતા ત્યાંના સરકારી રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદીને જણાવેલ કે આવી કોઈ પણ પ્રકારની ભરતી થયેલ નથી.અને આ ઓર્ડર ખોટો બનાવટી છે.તેવું જણાવેલ આમ આરોપીએ ડ્રિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ અમરેલી ડ્રિસ્ટ્રીકટ જજ બુખારી ના નામનો તેના ઓર્ડરમાં ખોટી સહી કરેલો ઓર્ડર ખોટો બનાવટીઓર્ડર બનાવીસ રકારીરેકર્ડમાંચેડા કરીને બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂા. ૨,૦૩,૦૦૦૨કમ ગુગલપે મારફતેઆરોપીએ તેમના ખાતામાં મેળવી લઈ છેતરપીંડી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વાહનની ટકકર મારી
જુની બારપટોળીથી નવી બારપટોળી જવાના રસ્તા પાસે પીઠાભાઈ બીજલભાઈ કલસરીયા ઉ.વ.૬૫ને નવા બારપટોળી જતા હોય તે દરમ્યાન ઉકડીયા ડેમ પાસે પહોંચતા લાલા બીજલભાઈ લાખણોત્રાએ પાછળથી સ્વીફટ ફોરવ્હીલ ગાડીની ટકકર મારી બાઈક સાથે ભટકાવી પાડી દીધેલ. અને પીઠાભાઈએ આ બાબતેપુછતા લાલાએગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉશ્કેરાઈ જઈ પીઠાભાઈને મારમારવાના ઈરાદે ગાડીમાંથી નીચે ઉતરવાની તૈયારી કરતા પીઠાભાઈને જીવનું જોખમ લાગતા ત્યાંથી બાઈક લઈને નવી બારપટોળી ગામ તરફ ભગાડેલ હોય.તો આરોપીલાલાએ બાઈક પાછળ ફોરવ્હીલ પુરઝડપે પાછળ કરી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાબરાઆશરાનગરમાં રહેતા કુમારભાઈ અરવિંદભાઈ વાળાના મકાનમા કોઈ તસ્કરોએરહેણાંક મકાનની ખડકીનું તાળું તોડી કુમારભાઈ તથાતેમના ભાઈઓનારૂમના દરવાજાના તાળા તોડી કબાટમાં રાખેલસોનાચાંદીના દાગીના રૂા. ૮૦,૫૦૦ તથા રોકડ રૂા.૧૭,૦૦૦ મળી રૂા.૯૭,૫૦૦તથા શેરીમાંરહેતા અનુલભાઈ લાભુભાઈ પોપટાણીના ઘરનાતાળા તોડી રૂા. ૨૦,૦૦૦મળી કુલરૂા. ૧,૧૭,૫૦૦ ની ચોરી કરી ગયાની બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઝેરી દવા પી જતા
થોરખાણ ગામે રહેતા ચંદુભાઈ સાકરીયાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા ગોંડલ ખાનગી દવાખાને સારવાર માટે ખસેડાયાનું ંપુત્ર્ ાઋત્વિકભાઈ ચંદુભાઈ સાકરીયાએબાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
