<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

યાત્રાળુઓ ધ્યાન આપજો! આ દિવસ ચોટીલા ડૂંગર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, જાણો કારણ

તા.30 ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાની છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ચોટીલા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સુરક્ષાના હેતુથી તા. 30 મી ડિસેમ્બરે સવારે 4 કલાક માટે યાત્રાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તા. 30 ડિસેમ્બરના રોજ સવારે 6 થી 10 વાગ્યા સુધી ચોટીલા પર્વતની સીડીઓ પર સામાન્ય નાગરિકો અને યાત્રાળુઓની અવર-જવર પર સંપૂર્ણ મનાઈ રહેશે. આ સમયગાળા દરમ્યાન સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો જ પર્વતની સીડીઓનો ઉપયોગ કરી શકશે.
તેમજ સ્પર્ધા દરમ્યાન આયોજન સાથે જોડાયેલા અધિકારીઓ અને સ્વયંસેવકોને આદેશ લાગુ પડશે નહી. જો કોઈ સામાન્ય નાગરિક આ સમયગાળા દરમ્યાન ડુંગર પર ચઢવાનો પ્રયાસ કરશે તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા સોંપવામાં આવી છે.

(2:56 PM IST)