News of Sunday, 28th December 2025
જસદણમાં નવજાત શિશુ મળવા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો: બાળકને જન્મ આપનારી યુવતી અપરણીત હોવાનું ખુલ્યું
તબીબોને શંકા જતા યુવતીને અન્ય હોસ્પિટલમાં ખસેડી હતી અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ મિરેકલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી

રાજકોટ: જસદણમાં નવજાત શિશુ મળવા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બાળકને જન્મ આપનારી યુવતી અપરણીત હોવાનું સામે આવ્યું છે. જસદણનો પરણીત યુવક પણ સમગ્ર કેસમાં સામેલ હોવાનું ખુલ્યું છે. CCTVને આધારે પણ પોલીસને મહત્વની અન્ય માહિ મળી છે. પ્રસૂતિ માટે યુવતીએ પલ હોસ્પિટલ અને માધવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તબીબોને શંકા જતા યુવતીને અન્ય હોસ્પિટલમાં ખસેડી હતી અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ મિરેકલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. કઈ જગ્યા પર યુવતીએ બાળકને જન્મ આપ્યો તે અંગે જુદી-જુદી હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ છે. પરિવારે જ નવજાતને ગંગા ભવન નજીક ફેંક્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી ઠેય પોલીસે યુવતીની ધરપકડ કરીને આગળની પૂછપરછ શરૂ કરી
18 નવેમ્બરે પ્રમુખ પાર્ક સોસાયટીમાં ઝાડી-ઝાંખરામાંથી નવજાત શિશુ મળી આવ્યુ હતુ.. સ્થાનિકોને બાળકનો રોવાનો અવાજ સતત આવતા ત્યાં તપાસ કરી હતી ત્યારે આ બાળક મળ્યુ હતુ. જ્યારબાદ 108ની ટીમે શિશુને કાંટામાંથી બહાર કાઢીને સિવિલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. પરંતુ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા બાદ નવજાતનું મોત થયુ હતુ. જોકે તપાસ દરમિયાન યુવતીએ પોતાનું બાળક હોવાનું ન સ્વીકારતા પોલીસને શંકા ગઈ હતી અને DNA કરાવ્યાં બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
