તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
જુનાગઢના ઢાલ રોડ, પાડાવાલા ચોક વિસ્તારના ડેલાઓમાં તથા રહેણાંક મકાનમાં ચાલતા કતલખાનામાં દરોડો : પશુ જીવ-૩૧ ને બચાવતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
કુલ 12 આરોપીઓને 5.48 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી કુલ-૩૧ પશુ જીવને જીવતા બચાવી સાચવવા માટે મહા-નગરપાલીકા જૂનાગઢ સંચાલીત ઢોરવાડા ખાતે મોકલી આપ્યા .

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેર-કાયદેસર પ્રવૃતિ અટકાવવા સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય અને આજરોજ પોલીસ અધિક્ષકની સુચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર કૃણાલ એમ. પટેલ સાહેબની સુચનાથી એલ.સી.બી. ના પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી, ડી.કે.પટેલ, તથા એસ.ઓ.જી.શાખાના પો.સબ ઇન્સ.ડી.કે.સરવૈયા સાથે પોલીસ સ્ટાફના માણસો જૂનાગઢ શહેર વિસ્તારમાં વહેલી સવારથી પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન પો.ઇન્સ.કુણાલ એમ. પટેલ સાહેબને ચોકકસ હકિકત મળેલ કે જુનાગઢ ઢાલ રોડ, પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં આવેલ ડેલાઓમાં તથા રહેણાંક મકાનમાં અમુક વ્યકિતઓ ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરે છે અને કતલખાનુ ચલાવે છે જે હકિકત આધારે અલગ-અલગ ટીમો બનાવી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા જુનાગઢ મહાનગરપાલીકા હદના રહેણાંક વિસ્તારમાં કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી કે યોગ્ય પ્રમાણપત્ર કે જરૂરી લાયસન્સ વગર ભેંસ, પાડા, પાડી જીવને ગે.કા. રીતે ક્રુરતાપુર્વક મારી નાંખી બગાડ કરી રહેણાંક વિસ્તારમાં ત્રાસદાયક કૃત્ય કરી તેમજ ભેંસ જીવ-૧, પાડા જીવ-૨૩, પાડી જીવ-૪ તથા બકરી જીવ-૩ ને કોઇ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા વગર ટુંકા દોરડા વડે કતલ કરવાના ઇરાદે બાંધી ક્રુરતા આચરી રેઇડ દરમ્યાન માસ આશરે કીલો ૧૦૫૦ કિ.રૂા.૨,૧૦,૦૦૦/- તથા કતલ કરેલ ઢોરના ચામડા હોજરી વિગેરેનો કચરો કિ.રૂા.૧૫,૦૦૦/-, કુહાડી નંગ-૯ કી.રૂા.૯૦૦/-, છરી નંગ-૧૪ કિ.રૂ.૭૦૦/-, વજન કાંટા-૨ કિ.રૂ.૨૦૦૦/-, હિસાબની ડાયરી કિ.રૂ.૦૦/૦૦, રોકડ રૂ.૭૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૮૨,૦૦૦/- તેમજ ભેંસ જીવ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/-, પાડા જીવ તથા પાડી જીવ-૨૭ કિ.રૂ.૧,૩૫,૦૦૦/- તથા બકરી જીવ-૩ કિ.રૂ.૩૦૦૦/- ની મળી કિ.રૂા.૫,૪૮,૬૦૦/- ના મુદામાલ સાથે કુલ-૧૨ આરોપીઓને પકડી પાડવામા આવેલ છે આ તમામ ઇસમો વિરુધ્ધમા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૨૫, ૨૯૨, ૫૪ તથા પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના ૧૯૬૦ ના કાયદાની કલમ ૧૧(૧)(એફ)(એચ)(એલ) તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૫૪ની કલમ ૫(૧), ૬ અને ૧૦ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ-૨૦૧૧ કલમ ૮(૧) અને (૩) તથા ધી ગુજરાત પ્રોવીન્શ્યલ મ્યુનિ. કોર્પોરેશન એકટ-૧૯૪૯ની કલમ ૩૩૧(૨), ધી ગુજરાત મ્યુનિસીપાલીટી એકટ-૧૯૬૩ની કલમ ૨૦૭(૧) અને (૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૧ મુજબનો ગુન્હો એ ડીવીઝન પો.સ્ટે. ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ કુલ-૩૧ પશુ જીવને જીવતા બચાવી સાચવવા માટે મહા-નગરપાલીકા જૂનાગઢ સંચાલીત ઢોરવાડા ખાતે મોકલી આપેલ છે.
Ø પકડાયેલ આરોપીઓના (૧) મકબુલ કાલુભાઇ ખંભાતી, બેલીમ ઉ.વ.૪૫ રહે. જુનાગઢ ચિતાખાના ચોક, ઘોબી ગલી(૨) અનીશ મહમદહુસેન બેલીમ, કસાઇ ઉ.વ.૩૯ ધરહે. જુનાગઢ મેમણવાડા (૩) આકીબ અહેમદભાઇ બેલીમ, કસાઇ ઉ.વ.૩૦ રહે. જુનાગઢ ઢાલ રોડ, સીંધી સ્કુલ સામે (૪) અફરોઝ મકબુલભાઇ ખંભાતી, બેલીમ ઉ.વ.૧૮ રહે. જુનાગઢ ચિતાખાના ચોક, ઘોબી ગલી(૫) નઇમ હનીફભાઇ કચરા, ઘાંચી ઉ.વ.૨૬ રહે. જુનાગઢ મેમણ વાડા (૬) અકીલ કાલુભાઇ બેલીમ, કસાઇ ઉ.વ.૪૧ રહે. જુનાગઢ પાડાવાડા ચોક બેલીમ જમાતખાના નજીક (૭) મુનાવર ઇબ્રાહીમભાઇ બેલીમ, કસાઇ ઉ.વ.૩૦ રહે. જુનાગઢ પાડાવાડા ચોક બેલીમ જમાતખાનાની સામે (૮) ગુલ્લુભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમ, કસાઇ ઉ.વ.૫૫ રહે. જુનાગઢ પાડાવાડા ચોક ઢાલ મસ્જીદ પાછળ બેલીમ જમાતખાના પાસે(૯) ફઝલ નજીરભાઇ બેલીમ, કસાઇ ઉ.વ.૩૪ રહે. જુનાગઢ પાડાવાડા ચોક ઢાલ મસ્જીદ પાછળ બેલીમ જમાતખાના પાસે (૧૦) સાજીદ ઇબ્રાહીમભાઇ બેલીમ, કસાઇ ઉ.વ.૪૧ ધંધો.માસનો વેપાર રહે. જુનાગઢ ઢાલ રોડ, સીંધી સ્કુલની સામેની ગલી (૧૧) એઝાઝ અહેમદભાઇ બેલીમ,કસાઇ ઉ.વ.૩૧ રહે. જુનાગઢ ઢાલ રોડ, પાડાવાડા ચોક (૧૨) દાઉદભાઇ સકુરભાઇ મેમણ, ધાનાણી ઉ.વ.૫૦ રહે. કલેકટર ઓફિસ પાસે ખારાવાડ
(૧) માસ આશરે કીલો ૧૦૫૦ કી.રૂા.૨,૧૦,૦૦૦/-Ø (૨) મરેલ ઢોરના ચામડા હોજરી વિગેરેનો કચરો મળી કી.રૂા.૧૫,૦૦૦/-,Ø (૩) કુહાડી/કોયતા નંગ-૯ કી.રૂા.૯૦૦/-,Ø (૪) છરી નંગ-૧૪ કિ.રૂ.૭૦૦/-,Ø (૫) વજન કાંટા-૨ કિ.રૂ.૨૦૦૦/-,Ø (૬) હિસાબની ડાયરી કિ.રૂ.૦૦/૦૦,Ø (૭) રોકડ રૂ.૭૦,૦૦૦/-,Ø (૮) મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૮૨,૦૦૦/-,Ø (૯) ભેંસ જીવ-૧ કિ.રૂ.૩૦,૦૦૦/-,Ø (૧૦) પાડા જીવ તથા પાડી જીવ-૨૭ કિ.રૂ.૧,૩૫,૦૦૦/-Ø (૧૧) બકરી જીવ-૩ કિ.રૂ.૩૦૦૦/ કુલ કિ.રૂા.૫,૪૮,૬૦૦/-
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કૃણાલ એમ. પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી, ડી.કે.પટેલ, તથા એસ.ઓ.જી.શાખાના પો.સબ ઇન્સ.ડી.કે.સરવૈયા તથા ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો. હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ વાળા, પો.કોન્સ. મયુરભાઇ કોડીયાતર, નિલેશભાઇ રાતીયા, દેવેનભાઇ સિંધવ, વિક્રમભાઇ પરમાર તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુવાડિયા, વિક્રમભાઇ ચાવડા, રમેશભાઇ માલમ, ઇરફાન રૂમી, પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પો.કોન્સ. વિશાલ ઓડેદરા નાઓએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
