<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

કચ્છ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ફોકિઆ દ્વારા મેન્યુફેક્ચરિંગ 4.0 માટે નેક્સ્ટ-જનરેશન લેબર રિફોર્મ્સ સેમિનાર યોજાયો

કામદારો સબંધિત કેન્દ્ર સરકા દ્વારા અમલી કરાયેલ નવા શ્રમ સુધારાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન અપાયું : રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત

 

 

 

 

 (વિનોદ ગાલા દ્વારા ભુજ) ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા 25 ડિસેમ્બર 2025 ના રોજ "નેક્સ્ટ-જનરેશન લેબર રિફોર્મ્સ ફોર મેન્યુફેક્ચરિંગ 4.0" વિષય પર એક દિવસીય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય અતિથિ અને ઉદઘાટક તરીકે ત્રિકમભાઈ છાંગા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી, ગુજરાત સરકાર, તથા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા।.

આ સેમિનાર કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરાયેલા ચાર નવા શ્રમ સંહિતાઓ જેવા કે વેતન સંહિતા, 2019,ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020 સામાજિક સુરક્ષા સંહિતા, 2020, વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યપરિસ્થિતિ સંહિતા, 2020 વિસ્તાર પૂર્વક સમજાવવા પર કેન્દ્રિત હતો. અહી એ યાદ અપાવવું જરૂરી છે કે આ શ્રમ સુધારાઓની માંગ ઉદ્યોગ જગત દ્વારા ઘણા લાંબા સમય થી કરવામાં આવી હતી. તેના પરિણામ રૂપે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ને આગેવાની હેઠળની સરકાર દ્વારા સંસદ માં વર્ષ સપ્ટેમ્બર 2020 મા આ કાયદા પાસ થયા હતા. તાજેતર માં તારીખ 21 નવેમ્બર 2025 ના સરકારે આ કાયદા લાગુ કરવાની જાહેરાત કરે હતી. સંભવત; એપ્રિલ 2026 થી આ કાયદા અમલમાં આવી જશે. આ શ્રમ કાયદા ના અમલ ને કારણે ઉદ્યોગો ની  ઉત્પાદકતમા વધારો થશે, ગીગ વર્કર્સને ને સમાજિક સુરક્ષિતા મળશે, કામદારોના હકોનું રક્ષણ થશે, તેમના આરોગ્ય અને સલામતી અંગે સભાનતા વધશે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે અને વિદેશી મૂડી રોકાણમાં વધારો થશે.

આ સેમિનારના ઉદબોદનમાં માનનીય મંત્રી ત્રિકમ છાંગાએ એમના વક્તામાં કહ્યું હતું કે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સરકાર દ્વારા લાવવામાં આવેલ આ શ્રમ સુધારાઓ ઐતિહાસિક છે અને આના કારણે ઉદ્યોગ સંચાલકો અને કામદારો વચ્ચે સૌહાદ પૂર્ણ સંબંધોને કારણે ઉત્પાદકતામાં વધારો થશે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ કચ્છના ઉદ્યોગોમાં નવા શ્રમ સુધારાઓ વિશે જાગૃતિ લાવવામાં ફોકિઆ ની પહેલની પ્રશંસા શુભેચ્છા પત્ર દ્વારા પાઠવી હતી.

     કેશુભાઈ પટેલે કહ્યું હતું કે કચ્છમાં આવેલા ઉદ્યોગો, સરકાર અને સમાજ વચ્ચેના તાલમેલતાના કારણે અહી ઉદ્યોગો સારી રીતે કામ કરી શકે છે. આ સેમિનારના સમાપન સમારોહમાં પધારેલા સંસદ સભ્ય (મોરબી-કચ્છ) વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે ઉદ્યોગોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રોત્સાહન મળી રહેશે તેવી ખાતરી આપી હતી. માંડવીના માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેએ અર્થપૂર્ણ સેમિનારના આયોજનમાં ફોકિઆ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સેમિનારમાં વક્તા તરીકે  મનોજ શર્મા અને નરેશ મહેતા દ્વારા નિષ્ણાત સત્રો આપવામાં આવ્યા હતા. મનોજ શર્મા એ 40+ વર્ષનો અનુભવ ઘરાવે છે, તેમણે રેન્બેક્સી, આદિત્ય બિરલા ગ્રુપ, ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કર્યું છે.તેમણે ઈંટરનેસ્નલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) માં ભારત નું પ્રતિનિધિત્વ કરેલ છે. તેમને 100 ટોપ CHROs (2018), 101 ટોપ HR માઇન્ડ્સ (2019) અને ટોપ HR લીડરશિપ એવોર્ડ (2020–2023) જેવા સન્માન મળ્યા છે. તેઓ સ્કિલ કાઉન્સિલ ફોર માઇનિંગ સેક્ટરના ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ છે. તેમણે વેતન સંહિતા, 2019 અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યપરિસ્થિતિ સંહિતા, 2020 ના સુધારાઓ અને ઔદ્યોગિક સંબંધોમાં મૂલ્યવાન સમજ આપી હતી. ઔદ્યોગિક સંબંધો સંહિતા, 2020 અને સામાજિક સુરક્ષા સંહિતા, 2020 પર વક્તા નરેશ મહેતા દ્વારા સમજ આપવામાં આવી હતી. નરેશ મહેતા એ 37+ વર્ષના અનુભવ સાથે અદાણી, રિલાયન્સ, એસ્સાર, L&T અને ટોરેન્ટ પાવર જેવી સંસ્થાઓમાં નેતૃત્વની ભૂમિકાઓ નિભાવી છે.

આ સમારોહમાં સ્વાગત પ્રવચન વેલસ્પનના ડાયરેક્ટર  બ્રિગેડીયર કાર્થીકેયન, દ્વારા આપવામાં આવ્યું હતું અને આભાર વિધિ અગ્રોસેલના, અચ. આર. હેડ, રુચિર સોમેશ્વર, અને એવેરેસ્ટ કાંતો સીલીન્ડર્સના, સીનીયર મેનેજર અચ. આર. નીતુ શર્મા, દ્વારા આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અગ્રોસેલ, આશાપુરા માઈનકેમ, ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ, SNF, વેલસ્પન જેવી કચ્છની અન્ય મોટી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિત્વ કરતા 80 થી વધુ સહભાગીઓ તેમજ કચ્છની વિવિધ કોલેજો એ ભાગ લીધો હતો . કાર્યક્રમનો સંચાલન વિપુલ ભટ્ટ, પાર્લે પ્રોડક્ટસ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ફોકિઆના મમતા વાસાણી, શિવાની ભગત, વંદના વૈષ્ણવ, જીનીશા સદાણી, ભરત બારોટ એ કર્યું હતું.

(9:39 AM IST)