<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

તુલશીશ્‍યામ ગરમ પાણીના કુંડ પાસે અજાણ્‍યા યુવાનનો મૃતદેહ મળ્‍યો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૯: તુલશીશ્‍યામ મંદિર ગરમ પાણીના કુંડ પાસે અજાણયા યુવાનનો મૃતદેશ મળી આવતા પોલીસે મૃતદેહને યીરગઢડા હોસ્‍પિટલે મોકલીને તપાસ હાથ ઘરી છે.

ગીર મધ્‍યમાં ગીર પૂર્વ વન વિભાગ જશાધાર રેન્‍જ હેઠળ આવેલ ગીર ગઢડા તાલુકાના તુલશી શ્‍યામ મંદિર પાસે આવેલ ગરમ પાણીના કુંડમાં એક ૩૦થી ૩૫ વરસ ના અજાણ્‍યા હિન્‍દુ યુવાન નો મળત દેહ મળી આવ્‍યો હતો. તુલશી શ્‍યામ મંદિરના સંચાલકોએ ગીર ગઢડા પોલીસને જાણ કરતા તુરંત આવી તપાસ કરતા યુવક ના જમણા હાથ ની કલાઈમાં કળષ્‍ણ ભગવાનની મૂર્તિ ત્રોફાવેલ છે. ડાબા હાથમાં કડું પહેરેલ છે. 

આ મૃતદેહ ઓળખના થતા લાશને ગીર ગઢડા હોસ્‍પિટલે પોસ્‍ટ મોર્ટમ કરવા મોકલી આપી છે. મળતદેહ ત્‍યાં રાખેલ છે જે આ યુવક ને જાણતા હોય તેમણે ગીર ગઢડા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવેલ છે. 

(1:42 PM IST)