<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ઇન્‍ડિયન આર્મી એક જીવનશૈલી છેઃ બ્રિગેડિયર નીરવકુમાર રાયજાદા

જુનાગઢમાં ડો. સુભાષ ફાઉન્‍ડેશનના ઉપક્રમે જવાહરભાઇ ચાવડાની ઉપસ્‍થિતિમાં વાર્ષિકોત્‍સવ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૯: ડો. સુભાષ ફાઉન્‍ડેશનના ઉપક્રમે યોજાયેલા વાર્ષિકોત્‍સવ પ્રસંગે દીપ પ્રાગટય વિધિ બાદ બ્રિગેડિયરશ્રી નિરવકુમાર રાયજાદાએ ડો. સુભાષ ફાઉન્‍ડેશનને શુભકામના પાઠવતા જણાવ્‍યું હતું કે ભારતીય આર્મી એ કોઈ સામાન્‍ય નોકરી નથી પણ એક જીવનશૈલી છે, એમણે ભારતીય આર્મીની શિસ્‍ત, નિસ્‍વાર્થ સેવા, ભાઈચારો અને વિશ્વસનીયતાની વાત કરી આર્મીના જવાનોને બિરદાવ્‍યા હતા, એમણે ભારતના લશ્‍કરના ઈતિહાસની ૩૦૦ વર્ષ જૂની રાષ્‍ટ્ર સેવાને યાદ કરી, આર્મી વિવિધ ક્ષેત્રમાં જે કામ કરે છે એનો પરિચય કરાવ્‍યો હતો, એમણે શ્રી જવાહરભાઈ ચાવડાને ધન્‍યવાદ પાઠવી ગર્વની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે બ્રિગેડિયર શ્રી.સુશીલ વિશ્વાસે યુવાનોને આર્મીમાં જોડાવા માટે એન.સી.સી.ના સુલભ માધ્‍યમનો પરિચય કરાવ્‍યો હતો અને જીવનને નિયમિત બનાવવા પર ભાર મૂકયો હતો, તેમણે ભારતના દરેક નાગરિકોને આર્મીના યુનિફોર્મ સાથે જોડાઈ જવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આહિર રત્‍નથી સન્‍માનિત પરમવીર ચક્ર વિજેતા કેપ્‍ટન શ્રી.યોગેન્‍દ્રસિંઘ યાદવે પોતાના કારગીલ યુધ્‍ધના અનુભવોને વર્ણવી સૌના રુંવાડા ખડા થઈ જાય એ રીતે દેશભક્‍તિની મિશાલ પૂરી પાડી હતી,એમને ભારતની નારીને વિરાંગનાનું બિરુદ આપી સૌમાં અભિમાન જગાવતા કલમ અને તલવારનો ઉલ્લેખ કરી ભારતના લશ્‍કરના ઇતિહાસનું શૌર્ય જગાવ્‍યું હતું એમણે ભલામણ કરી હતી કે રાષ્‍ટ્રને આત્‍માથી સેવજો અને લશ્‍કરની વર્દી એ તિરંગાની આનબાન અને શાન છે એમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે સહનશીલતા, સહજતા, તરલતા અને યોગ્‍યતા વિના સંસ્‍કારીતા  જન્‍મતી નથી, એમણે સમયનો મહિમા સમજાવી પોતાના જીવનની અનુભવ ગાથા રજૂ કરી શહીદોના બલિદાનથી જ આ રાષ્‍ટ્ર બન્‍યું છે. એનો મહિમા કર્યો હતો.

આ પ્રસંગે આરંભે શ્રી.પેથલજીભાઈના સ્‍મરણાંજલિ ગાન બાદ શ્રી રાજભાઈ ચાવડાએ સૌને આવકારતા દેશના લશ્‍કરના જવાનોની દેશભક્‍તિ ગર્વ અને બલિદાનને યાદ કરી દેશ માટે જીવન સમર્પિત કરનાર ઉપસ્‍થિત મહેમાનોને આવકાર્યા હતા અને સૌ પ્રત્‍યે આદર વ્‍યક્‍ત કર્યો હતો.

આ પ્રસંગે જવાહરભાઈ ચાવડાની ઉપસ્‍થિતિમાં કેપ્‍ટન યોગેન્‍દ્રસિંધ યાદવને આહિર રત્‍ન સન્‍માનપત્ર અને વીર શહીદ ભરતભાઈ ભેટારીયાને મરણોતર સન્‍માન એમના વિરાંગના પત્‍ની હર્ષિતાબેન ભેટારીયા એ સ્‍વીકાર્યું હતું અને આ પ્રસંગે સંસ્‍થાના વડા જવાહરભાઈ ચાવડાએ જણાવ્‍યું કે શહીદવીર શ્રી ભરતભાઈ ભેટારીયાના પરિવારના બાળકોને જ્‍યાં સુધી એ ભણે ત્‍યાં સુધી પોતાની સંસ્‍થામાં મફત શિક્ષણની જાહેરાત કરી હતી.એ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભાવવિભોર થઈ ગયું હતું. તેમજ ઉપસ્‍થિત લશ્‍કરના વડાઓ દ્વારા સંસ્‍થામાં સારા ગ્રેડ સાથે ઉત્તિણ થનાર બહેનોનું પ્રમાણપત્ર અને ફી માફીની ધન રાશિ સાથે સન્‍માન કરાયું હતું.. સંસ્‍થાની પરંપરા મુજબ ઉપસ્‍થિત મહેમાનોનું સંસ્‍થાના વડાઓ દ્વારા સ્‍મળતિચિન્‍હ પાઠવી આભારની લાગણી પ્રગટ કરાઈ હતી.

આ પ્રસંગે મીતાબેન ચાવડા અને  મેઘનાબેન ચાવડાએ વિરાંગના હર્ષિતાબેનને સ્‍મળતિ ભેટ આપી પોતાના પરિવારની કળતજ્ઞ ભાવના વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે ૧૬ ડિસેમ્‍બર વિજય દિવસ નિમિત્તે ડો. સુભાષ ફાઉન્‍ડેશન દ્વારા ત્રણ દિવસ માટે યોજાયેલા શૌર્ય પર્વમાં સમગ્ર શહેરમાંથી અને સંસ્‍થાઓમાંથી એકત્રિત કરાયેલી ધન રાશિમાં સંસ્‍થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ પોતાના તરફથી રૂ.૧૧ લાખની ધનરાશિ ઉમેરી કુલ રૂ.૪૧ લાખ રૂપિયા આર્મી વેલ્‍ફેર ફંડ માટે આપી પોતાની રાષ્‍ટ્રભક્‍તિ વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા માજી સૈનિકોને રાજભાઈ ચાવડાએ શુભેચ્‍છા ભેટ આપી સૌ પ્રત્‍યે પોતાનો આદર પ્રગટ કર્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી મેઘનાબેન ચાવડાએ ડો. સુભાષ ફાઉન્‍ડેશન તરફથી સૌ પ્રત્‍યે કળતજ્ઞતાનો ભાવ વ્‍યક્‍ત કરી સુચારું કાર્યક્રમ માટે સૌ પ્રત્‍યે આભારની લાગણી પ્રગટ કરી હતી અને સંસ્‍થાના સ્‍થાપક પુણ્‍ય શ્‍લોક શ્રી પેથલજીભાઈનું સ્‍મરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનીલદેવ અને મુરલી રાવલે કર્યું હતું.

આ પ્રસંગે નાગદાનભાઈ ચાવડા રાજકોટ તથા વનરાજસિંહજી રાયજાદા તેમજ પેથલજીભાઈના પરિવારજનો વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગ સાથે સંસ્‍થાના પરિસરમાં બહેનોને પ્રેરણા અને પ્રોત્‍સાહન મળે એ હેતુથી આહીરાણી એક્‍ઝિબિશનના થીમ સાથે ૨૨ સ્‍ટોલ ઉભા કરાયા હતા, જેમાં બહેનોએ સાથે મળી સ્‍વરોજગારીની તાલીમનો પરિચય કરાવ્‍યો હતો.

રાત્રે ડો.સુભાષ ફાઉન્‍ડેશનની વિવિધ સંસ્‍થાઓ દ્વારા દેશભક્‍તિ અને શૌર્ય અને વીરતાને બિરદાવતા સાંસ્‍કળતિક કાર્યક્રમનું ડો. સુભાષ રંગ ભવન પર આયોજન થયું હતું જેને ઉપસ્‍થિત સૌએ મન ભરીને માણ્‍યું અને બિરદાવ્‍યું હતું. ડો. સુભાષ ફાઉન્‍ડેશનના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:03 PM IST)