તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 29th December 2025
ભાવનગરમાં જાણીતી કંપનીના નામે નકલી બિસ્કીટનો 8 લાખનો શંકાસ્પદ જથ્થો મળ્યો :પોલીસે માલ સીઝ કર્યો
પાર્લે કંપની દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરાતા કોર્ટે લોકલ કમિશનરની નિમણૂક કરી તપાસના આદેશ આપ્યા હતા.

ભાવનગરમાં દેશની જાણીતી કંપનીના નામે નકલી બિસ્કીટની ફરિયાદને લઈને ચિત્રા વિસ્તારમાં પોલીસે બિસ્કીટનો શંકાસ્પદ માલ સિઝ કર્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દેશની જાણીતી કંપની પારલે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની લોકપ્રિય બ્રાન્ડ ‘ગ્લુકો’ની નકલ કરીને ‘ગ્લુકો સ્ટાર્ટ’ નામે બિસ્કીટ બનાવવાનો અને વેચવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પાર્લે કંપની દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. કોર્ટે લોકલ કમિશનરની નિમણૂક કરી તપાસના આદેશ આપ્યા હતા. આજે કંપનીના માણસો દ્વારા લોકલ કમિશનર, લોકલ પોલીસને સાથે રાખી તપાસ કરતા 8 લાખ કરતા વધુ રકમનો શંકાસ્પદ બિસ્કીટનો જથ્થો મળી આવ્યો છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
