<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ

ગુજરાતના જુદાજુદા જીલ્લામાંથી ભાગ લેવા માટે કલાકારો આવ્યા: શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા કલાકારોને વિજેતા જાહેર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  દરવર્ષે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદાજુદા જીલ્લામાંથી ભાગ લેવા માટે કલાકારો આવ્યા હતા અને તેઓએ તેની કૃતિ જજ અને શ્રોતાઓની સામે રજુ કરી હતી જેમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લાલજીભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, રામભાઇ મહેતા, બળવંતભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા

  અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને આ વર્ષે મોરબીમાં આવેલ દશાશ્રી માળીની વાડીમાં કોમ્પીટેશન રાખી હતી જેમા ૬ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ, રામભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી


 

(11:11 PM IST)