News of Tuesday, 30th December 2025
ચરાડવામાં રાત્રે પૂ. દયાનંદગીરી મહારાજની સ્મૃતિમાં સંતવાણી

રાજકોટ, તા. ૩૦: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક શ્રી મહાકાળી આશ્રમે આજે તા. ૩૦ ને મંગળવારે રાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં કરાયું છે.
શ્રી મહાકાળી આશ્રમ ચરાડવાના પ.પૂ. મહંત શ્રી અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં આજે તા. ૩૦ ને મંગળવારે રાત્રીના ૯ વાગ્યે અગિયારસ નિમિતે સંતવાણી યોજાશે.
જેમાં કલાકારો કાંતિભાઇ સુરેતા, સવાભાઇ મૌરી, સવસીભાઇ પલાસણ, નારણભાઇ પલાસણ સંતવાણી રજુ કરશે.
ધર્મપ્રેમી ભાવિકોને સંતવાણીનો લાભ લેવા શ્રી મહાકાળી આશ્રમ ચરાડવાના પ.પૂ. મહંત શ્રી અમરગીરીબાપુ ગુરૂ શ્રી દયાનંદગીરી મહારાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
