તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Tuesday, 30th December 2025
સુરેન્દ્રનગર ચુડાસમા પરીવારનુ સ્નેહમીલન યોજાયુઃ ૧૦૦ વિઘા જમીન લેવામા આવી

વઢવાણઃ સુરેન્દ્રનગરમા વસતા ચુડાસમા પરીવારનુ સ્નેહમીલન શકિતધામ ખાતે યોજવામા આવ્યુ હતુ જેમા પુર્વમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા લીબડી મોટામંદિરના મંહત લલિતકિશોર શરણજી સહીત ચુડાસમા પરીવાર ધંધુકાના પ્રમુખ જયવિરસીહ, ઉપ્રમુખ મહાવિરસિહ ઝાલાવાડ, ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો રુદ્રસિહ ઝાલા, દંતાલી આશ્રમના ઉત્તરાધિકારી શકતિસિહ ચુડાસમા સહીત અન્ય આગેવાનો અને વડીલો સહીત મહીલાઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ આ સ્નેહમિલનમા સમાજના દિકરા દિકરીઓને ઉચ્ચ અભ્યાસ મળે વ્યસનોથી દુર રહે અને આવનાર પરીક્ષાઓની તૈયારીમાટે રહેવા જમવાની અને એમને પરીક્ષાની તૈયારીઓ માટે ટ્રેનર દ્રારા કોચીગ આપવામા આવશે સમાજ દ્રારા વિધવા બહેનોને દર મહીને ૧૫૦૦ સહાય આપવામા આવેછે તેમજ સમાજનુ સંકુલ બનાવવા માટે ૧૦૦ વિઘા જમીન લેવામા આવીછે ત્યા એક સંકુલ બનાવી સમાજના હિત અને સમાજને આગળ લાવવા માટે તૈયાર કરાશે દર વર્ષે રકતદાન કેમ્પ લોકનિદાન કેમ્પ વિવિધ ટુનામેન્ટો સહીતના કાર્યક્રમો કરવામા આવેછે સાથોસાથ રાજકીય ક્ષેત્રે પણ તમામને સાથે રાખીને આગામી સમયમા મેદાને ઉતરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા દેવેન્દ્રસિહ ભડીયાદ, દીગ્વિજયસિહ હેબતપર, ગજેન્દ્રસિહ તગડી, દીગ્વિજયસિહ ઝમંર, ધ્રુવરાજસિહ ધોલેરા, મહેન્દ્રસિહ ઝંમર સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
