News of Tuesday, 30th December 2025
સિંહ જેવુ સબળ નેતૃત્વ હોય તો ઘેંટાની સેનાથી પણ યુધ્ધ જીતી શકાયઃ સ્વામી ધર્મબંધુજી
પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી દ્વારા ૨૬મી રાષ્ટ્રકથા શિબીરનો ત્રીજો દિવસઃ જસ્ટીસ પ્રકાશ શ્રીવાસ્તવ પ્રકળતિ પાસેથી મેળવ્યું છે તે ભાવિ પેઢી માટે શુધ્ધ સ્વરૂપે જાળવી રાખવા સંવેદનશીલ બનોઃ જસ્ટીસ પ્રકાશ શ્રીવાસ્તવઃ જે કમ્ફર્ટ ઝોન છોડીને કમીટમેન્ટ કરી શકે એજ રમતવીર બની શકેઃ ઓલ્મ્પિક જયુરી બિલ્કીશઃ સરગવા, ખસ, કાળી હળદર, નાગરવેલ અને પપૈયા જયાં જગ્યા મળે ત્યાં વાવો; અનેક રોગ થતા અટકાવશેઃ પર્યાવરણવિદ પંતજલી ઝાઃ જનરલ જી.ડી.બક્ષી દ્વારા ઓપરેશન સિંદુરના સમગ્ર ઘટનાક્રમની તસ્વીર સાથે પીપીટીથી અદભુત પ્રેઝેન્ટેશન

રાજકોટ તા.૩૦: સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત ૨૬મી રાષ્ટ્રકથા શિબીરના ત્રીજા દિવસના પ્રવચન સત્રમાં આજે સ્વામી ધર્મબંધુજી ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેન જસ્ટીસ પ્રકાશ શ્રીવાસ્તવ, પર્યાવરણવિદ પતંજલી ઝા, ઓલમ્પિક જયુરી બિલ્કીશ મીર, સીએસએફના આઇજી અભિષેક ગોયેલ, નિવળત ડીજીપી પ્રકાશસીંગ વકતવ્યો યોજાયા હતા.
વિશેષપણે જનરલ જી.ડી.બક્ષીએ ઓપરેશન સિંદુરના સમગ્ર ઘટનાક્રમની વિવિધ તસ્વીરો સાથે પીપીટીથી પ્રેઝેન્ટેશન રજુ કર્યુ હતું.
સ્વામી ધર્મબંધુજીએ શિબિરાર્થીઓને ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતા માટે સદૈવ તત્પર રહેવાનું માહાત્મય સમજાવતા જીવનમાં ૬ સિધ્ધાંતો ઉતારવા અનુરોધ કર્યો હતો. સૌપ્રથમ સબળ નેતળત્વ. જે સમાજ અને દેશનું નેતળત્વ સબળ હોય તે આગળ વધી શકે. જો ઘેટાની સેનાનો નેતા સિંહ હોયતો એ સિંહની સેના કે જેનો નેતા ઘેટા હોય તેની સામે જીતી જાશે. આ પ્રસંગે તેમણે પંજાબના ચમકૌરશા સાહિબ મુકામે જયારે ગુરૂ ગોવિંદસિંહને પોતાના માત્ર ૪૦ સૈનિકો સાથે ૧૦૦૦૦ની મુઘલ સેનાનો સામનો કરવાની વેળા આવી ત્યારે તેમણે પોતાના પુત્ર અજીતસિંગને સૌપ્રથમ આગળ કરીને સુત્ર આપ્યું હતું કે, ચીડીયા સે બાઝ લડાઉ. સવા લાખ સે એક લડાઉ તબ મે ગુરૂ ગોવિંદસિંહ કહેલાઉ અને બાકીના ૩૯ સૈનિકોમાં જોશ ભરીને વિજયી થયા હતા એ શૌર્યતાભર્યો કિસ્સો જણાવેલ.
એકવા વુમન ઓફ કાશ્મીર, ૨૦૧૨ની લંડન ઓલમ્પિકમાં નેશનલ કોચ અને ૨૦૨૪ની પેરિસ ઓલમ્પિકમાં જયુરી તરીકે પ્રતિનિધિત્વ કરનાર બિલ્કીશ મીરએ શિબિરાર્થીઓને પ્રેરક સંબોધન કરતાં જણાવેલ કે, જે કમ્ફર્ટ ઝોન છોડીને કમીટમેન્ટ કરી શકે એજ રમતવીર બની શકે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેન પ્રકાશ શ્રીવાસ્તવ એ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન જીવનશૈલીથી પર્યાવરણ જોખમાઈ રહ્યું છે. આજે સમયની માંગ છે પ્રકળતિ પાસેથી મેળવ્યું છે તે ભાવિ પેઢી માટે શુધ્ધ સ્વરૂપે જાળવી રાખવું. આ માટે પ્રત્યેક વ્યકિતએ સંવેદનશીલતા દાખવવાની જરૂર છે કે, પોતાના ઘરમાંથી નીકળતા શાકભાજી વેસ્ટ સહિતના ઘન કચરા, પેકિંગ સ્વરૂપે આવતા પ્લાસ્ટિકના કચરાને યોગ્ય વિભાગીકરણ કરીને બહાર યોગ્ય રીતે નિકાલ કરે. શહેરી જીવનશૈલીમાં શહેર બહાર કચરાના ગંજ ખડકાઇ રહ્યા છે જેનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો તેમાં આગ લાગવાની, મિથેન ગેસ નીકળવાની અને વરસાદી ઋતુમાં ભુતળમાં દુષિત પાણી પહોંચવાના ભય સ્થાનો રહ્યા છે.
આયકર વિભાગના કમિશ્નર પદેથી વયનિવળત પામીને સ્વયં ભોપાલ મુકામે રસાયણ વિહોણી ખેતી કરી પર્યાવરણ જાગળતિ માટે અભિયાન ચલાવતા પતંજલી ઝા એ જણાવ્યું હતું કે, જંતુનાશક દવાઓ અને રસાયણયુકત ખાતરથી એકતરફ જમીન બિન ઉપજાઉ થતી જાય છે અને બીજી તરફ કેન્સર જેવા રોગથી વ્યક્તિની આર્થિક, શારિરીક બરબાદી થઈ રહી છે. આરોગ્ય સંસ્થાના આધારભુત આંકડા કહે છે કે, દેશની ૧૦% વસતી કેન્સરના ભરડામાં આવી જશે.નિવળત ડીજીપી પ્રકાશસીંગ શિબિરાર્થીઓને જરૂરિયાત કરતા અધિકની અપેક્ષા ભષ્ટ્રાચારને જન્મ આપે છે અને હંમેશા બહાદુર બનવા આદર્શ જીવન જીવવા અને મહિર્ષ અરવિંદના સુત્ર ટાંકીને શક્તિશાળી સાથે સહિષ્ણુ બનવા સમજાવ્યું હતું.
૧૯૬૯માં રચાયેલ સીએસએફ પેરામિલીટરી ફોર્સના આઇજી અભિષેક ગોયેલ એ તેમનું કાર્યક્ષેત્ર છે દેશના એઅરપોર્ટ, બંદરો, ન્યુકલીયર એકમો તેમજ વ્યુહાત્મક સ્થળોની સુરક્ષા કરવી. શિબીરાર્થીઓને તેમણે જણાવેલ કે, અહીંયા આપને વિવિધ પ્રાંત, ભાષા અને ધર્મ-જાતિના લોકો સાથે રહેવાની તક મળી છે જે રાષ્ટ્રની વિવિધતાઓને સમજવા અને તેની એકતા માટે પ્રતિબધ્ધ થવા પ્રેરી રહેલ છે.
ઓપરેશન સિંદુરનું પીપીટી પ્રેઝેન્ટેશન
જનરલ જી. ડી. બક્ષી એ શિબિરાર્થીઓને તા. ૨૨ એપ્રિલએ પહેલગામમાં ફરવા ગયેલાઓ ઉપર પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરના ઇશારે ધર્મ પુછી પુછીને કરાયેલા હત્યાઓથી માંડીને સમગ્ર ઘટનાઓ દરમિયાન ભારત દ્વારા લેવામાં આવેલ પગલાઓ, તેમાં ઉપયોગમાં લીધેલ ડોર્ન, મિસાઇલ, તોપ, વિમાનો વિગેરે શષાો, લશકરી પ્રયુક્તિઓથી માંડીને પાકિસ્તાનમાં તબાહ કરેલ આંતકવાદીઓના અડ્ડાઓની તસ્વીરો સાથે જોશભરી રજુઆત કરી હતી.
આ સાથે તેમણે અગાઉ થયેલ ઉરી સર્જીકલ સ્ટ્રાઇકની ઘટનાની પણ માહિતી આપી હતી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
