<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

પોરબંદર : આત્‍મનિર્ભર હણોલ મહોત્‍સવમાં પધારવા નરેન્‍દ્રભાઇ મોદીને રૂબરૂ નિમંત્રણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૦ :  આત્‍મનિર્ભર હણોલ મહોત્‍સવ -ર૦ર૬ માટે હણોલ ગામના વતનીઓએ કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાની આગેવાની હેઠળ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને રૂબરૂ મળીને નિમંત્રણ પાઠવ્‍યું હતું.

પાલિતાણાના હણોલ ગામે છેલ્લા ૧૦ વર્ષથી આત્‍મનિર્ભરતા, નવીનતા અને સાંસ્‍કળતિક સમળદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્‍સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી ૧૩, ૧૪ અને ૧૫ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ  આત્‍મનિર્ભર હણોલ મહોત્‍સવ ૨૦૨૬ નું ભવ્‍ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે.

આ મહોત્‍સવનું ઉદઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીને નિમંત્રણ અપાયું છે. હણોલના પનોતાપુત્ર અને કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં હણોલ ગ્રામ વિકાસ સમિતિએ દિલ્‍હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ સમિતિના પ્રયત્‍નો પ્રશંસનીય ગણાવ્‍યા અને ગ્રામિણ વિકાસ વિષયક ચર્ચામાં ઉંડો રસ પણ દાખવ્‍યો હતો. ગ્રામ વિકાસ સમિતિએ જણાવ્‍યું કે આ મહોત્‍સવ  આત્‍મનિર્ભર ભારત  અને  સમળદ્ધ ગામ - સમળદ્ધ ભારતના પ્રધાનમંત્રીશ્રી  મોદીના દ્રષ્ટિકોણને સાર્થક બનાવવાના હેતુથી યોજાયો છે. 

(12:08 PM IST)