<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

થર્ટીફર્સ્‍ટ અંતર્ગત મોરબી પોલીસ એકશનમાં એસ.પી.ની આગેવાનીમાં કડક વાહન ચેકીંગ

નશો કરતો તો અમે તમારા સ્‍વાગત માટે તૈયાર છીએ અને જાહેરમાં ત્રાસદાયક કૃત્‍ય કરવું હોય તો જેલમાં જવાની તૈયારી રાખશેઃ જીલ્લા પોલીસ વડા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩૦: મોરબીના બાયપાસ રોડ સહિત જુદી જુદી જગ્‍યા ઉપર આજે એસપીની હાજરીમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ડ્રિન્‍ક એન્‍ડ ડ્રાઈવ વાળા વાહન ચાલકો અને બ્‍લેક ફિલ્‍મ વાળી કારના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આગામી થર્ટી ફસ્‍ટને ધ્‍યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્‍તારોની અંદર ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબીના નવલખી રોડ પર બાયપાસ પાસે એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્‍યું હતું અને ત્‍યાંથી પસાર થતાં વાહન ચાલકોને રોકીને ખાસ કરીને ડ્રીંક એન્‍ડ ડ્રાઈવ વાળા વાહન ચાલકો સામે અને બ્‍લેક ફિલ્‍મ વાળી કાર હોય તો તેના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને આવી જ રીતે મોરબીના ઉમિયા સર્કલ, નવા બસ સ્‍ટેશન અને શનાળા રોડ ઉપર વાહન ચેકિંગ કરવામાં અવાયું હતું અને ખાસ કરીને બ્રેથ એનેલોઝર સહિતને સાધનો વડે ડ્રીંક એન્‍ડ ડ્રાઈવના કેસ શોધવા માટેની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આગામી બે દિવસ સુધી આવી જ રીતે અલગ અલગ વિસ્‍તારમાં વાહન ચેકિંગ ઝુંબેશ કરવામાં આવશે. તેવુ એસ. પી. એ જણાવ્‍યુ હતુ.

જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે વધુમાં જણાવ્‍યું કે થર્ટી ફર્સ્‍ટને અનુસંધાને જિલ્લામાં દરેક પોલીસ સ્‍ટેશનની એક એક ટિમ બનાવી છે. દરેક ટીમમાં પીઆઈ સહિત ૨૦થી ૨૫નો સ્‍ટાફ હશે. આવી કુલ ૬ ટિમો બનાવી છે. જેઓ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવશે. હાલ ગોડાઉન ચેક કરવામાં આવી રહ્યા છે. રેસ્‍ટોરન્‍ટ, હોટેલ, ઢાબામાં પણ રાત્રીના સમયે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. થર્ટી ફર્સ્‍ટ અને ૧ જાન્‍યુઆરીએ આજ પ્રકારનું ચેકીંગ થશે. કોઈ પણ પીધેલા હશે તો સીધા જેલમાં જશે. કોઈ સ્‍ટંટ કે અજુગતું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકો નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી કરે. નશો ન કરે, નહિતર અમે તમારૂ સ્‍વાગત કરવા તૈયાર છીએ. જાહેરમાં ફટાકડા કે ત્રાસદાયક કળત્‍ય ન કરશો નહિતર નવું વર્ષ જેલમાં કાઢવાની તૈયારી રાખજો.

(12:10 PM IST)