તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 30th December 2025
ભેંસાણ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીને માર મારી ગળુ દબાવી ધમકી આપી
જિલ્લા પંચાયતના સભ્યો સહિત ૩ શખ્સ સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦: ભેસાણ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીને માર મારી ગળુ દબાવી ધમકી આપી ૩ શખ્સે ફરજમાં રૂકાવટ કરતા સનસનાટી મચી ગઈ હતી. આ બનાવની વિગતો એવી છે કે, ભેસાણ તાલુકા પંચાયતના કર્મચારી વિશાલભાઇ સામજીભાઇ પોકર ઉ.વ. ૩૨ ગઈકાલે તાલુકા પંચાયત બાંધકામની કચેરીએ ફરજ પર હાજર હતા. ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય કુમારભાઇ બસીયાએ જુની વાતનું મનદુઃખ રાખી તાલુકા પંચાયત કચેરી આવી ગાળો ગાડી હતી. તેમજ ૨ અજાણ્યા શખ્સોએ વિશાલભાઈને પકડી રાખી કુમાર બસિયાએ ગળુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવથી તાલુકા પંચાયત કચેરીમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસે કર્મચારીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
