<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

કોર્પોરેટ કોર્પોરેટર અસલમ ખીલજી પર જીવલેણ હુમલોઃ પૂર્વ વિપક્ષી નેતા સહીત અડધા ડઝન સામે ફરીયાદ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં શાહનવાઝ મહમદ હનીફ અબ્‍દુલ કરીમભાઈ ખીલજી, ઉવ.૩૦, રે. પુરબીયા નીખડકી પટણીવાડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૨૯-૧૨-૨૦૨૫ના ફરીયાદી શાહનવાઝના સગા જે.એમ.સી.ની સામે બાળકોનો મેળો ભરાય ત્‍યાં રોડ પર પોતાની એકસેસ મોટરસાયકલ લઈ જતા હોય ત્‍યારે આરોપી અલ્‍તાફભાઈ ખફી એ આરોપીઓ જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો રજાકભાઈ ચૌહાણ, ઈસ્‍તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી, સલીમ વલીભાઈ ખીલજી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલભાઈ ચૌહાણને મોકલતા આરોપીઓ ફોરવ્‍હીલ કાર ચલાવી ફરીયાદી શાહનવાઝના સગાની મોટરસાયકલ પાછળથી ઠોકર મારી પછાડી દઈ તેમજ આરોપી જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો એ તલવાર વડે મારી નાખવાના ઈરાદે માથાના ભાગે જમણી બાજુ કાનમાં પાછળના ભાગે તલવાર વડે એક ઘા મારેલ તથા આરોપી ઈસ્‍તીયાક ઉર્ફે ચોટલી એ લોખંડનો પાઈપ વડે ડાબા હાથે તથા ડાબા પગે ઘુટણથી નીચેના ભાગે મારેલ તથા આરોપી સલીમ વલીભાઈ ખીલજી એ લોખંડનો પાઈપ વડે જેમફાવે તેમ બંન્ને પગમાં માર મારેલ તથા આરોપી સમીર ઉર્ફે ચોર શકીલભાઈ એ લાકડાના ધોકા વડે શરીરે જેમફાવે તેમ માર મારી બોલાચાલી કરી જેમફાવે તેમ ભુંડી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનાહીત કાવતરુ રચી ગેરકાયદેસર મંડળી રચી આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાનથી મારી નાખવાની કોશીષ અંગે ફરીયાદ નોંધાઈ છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:25 PM IST)