News of Tuesday, 30th December 2025
મોરબીમાં સાધન સહાય વિતરણ કેમ્પ અંતર્ગત 92 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધનોનું વિતરણ.
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લામાં દિવ્યાંગ બાળકોને સહાયભૂત થવા માટે એક મહત્વપૂર્ણ સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી બીઆરસી ભવન ખાતે એલિમકો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષાના આઈડી યુનિટના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના કુલ 92 દિવ્યાંગ બાળકોને તેમના એસેસમેન્ટ મુજબ વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તમામ સ્પેશિયલ એજ્યુકેટર્સ, બાળકોના વાલીઓ, એલિમકોની ટીમ અને બી.આર.સી. કોઓર્ડિનેટરો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે, બાળકો, વાલીઓ અને સમગ્ર સ્ટાફ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને કેમ્પનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
