<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

મોરબીમાં બજરંગ સર્કલ અને લાડલી પાર્ટી પ્લોટ નાલા પાસે સ્પીડ બ્રેકર મુકવાની માંગ.

સમસ્ત બોરિયા પાટી વિસ્તારના રહીશોએસમસ્ત બોરિયા પાટી વિસ્તારના રહીશોએ કમિશ્નરને આવેદન પાઠવ્યું કમિશ્નરને આવેદન પાઠવ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર કેનાલ રોડ પર બોરિયાપાતી બજરંગ સર્કલ અને લાડલી પાર્ટી પ્લોટ પાસે આવેલ નાલા પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે સમસ્ત બોરિયા પાટી વિસ્તારના રહીશોએ કમિશ્નરને આવેદન પાઠવ્યું છે.

      આવેદનમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૨ માં આવેલ બોરિયા પાટી વિસ્તારના રહીશો છીએ બોરિયાપાટી બજરંગ સર્કલ પાસે તેમજ લાડલી પાર્ટી પ્લોટ પાસે આવેલ નાલા પાસે તા. ૨૪-૧૨ ના રાત્રે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર બે દિવસમાં તા. ૨૬ ના રોજ તોડી નાખવામાં આવ્યા છે જે સ્પીડ બ્રેકર બનાવ્યા હતા તે આડેધડ બનાવ્યા હતા તેમજ સ્પીડ બ્રેકર પર વાઈટ કલરના પટા લગાવ્યા ના હતા જેથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સનો કરવો પડતો હતો.
  બોરિયાપાટી બજરંગ સર્કલ પાસે અને લાડલી પાર્ટી પ્લોટ પાસે પ્રાથમિક શાળા આવેલ છે, બાલ મંદિર અને અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે જેથી બંને સ્થળ પર સ્પીડ બ્રેકર મુકવા ખુબ જરૂરી છે જેથી અકસ્માતો નિવારવા સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી છે.

(10:33 PM IST)