<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

નરેન્‍દ્રભાઈના ૯ સંકલ્‍પોને JITO અને કચ્‍છ યુનિવર્સિટી સાથે મળીને પુરા કરશેઃ જીતો ભુજ ચેપ્‍ટર અને કચ્‍છ યુનિવર્સિટી વચ્‍ચે થયા MOU

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ દ્વારા નવકાર મહામંત્રના દિવસે લેવડાવવામાં આવેલ ૯ સંકલ્‍પ પૂર્ણ કરવા MOU કરાયાઃ આ સંકલ્‍પોને વધુમાં વધુમાં લોકો સુધી પહોંચાડવા આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૧: કચ્‍છ યુનિવર્સીટી મધ્‍યે જીતો ભુજ ચેપ્‍ટર અને કચ્‍છ. યુનિવર્સિટી સાથે મળી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ દ્વારા નવકાર મહામંત્રના દિવસે લેવડાવવામાં આવેલ ૯ સંકલ્‍પ પૂર્ણ કરવા પ્‍બ્‍શ્‍ કરાયા હતા અને આ સંકલ્‍પોને વધુમાં વધુમાં લોકો સુધી પહોચાડવા આયોજન કરવામાં આવ્‍યું હતું. જીતો ભુજ ચેપ્‍ટરના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય શ્રી પંકજભાઈ મહેતા, મહામંત્રી  બિરજુભાઈ શાહ તેમજ જીતો ભુજ ચેપ્‍ટરના સભ્‍યો સાથે કચ્‍છ યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહનભાઈ પટેલ, રજિસ્‍ટ્રાર અનિલભાઈ ગોર સહિત યુનિવર્સિટીના અધ્‍યાપકો, હોદ્દેદારો પ્‍બ્‍શ્‍ દરમ્‍યાન ઉપસ્‍થિત રહ્યા હતા. વિકાસશીલ ભારતના સ્‍વપ્‍નદ્રષ્ટા અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ આ ૯ સંકલ્‍પો અને પ્‍બ્‍શ્‍ સંદર્ભે કુલપતિ ડો.મોહનભાઈ પટેલ અને જીતોના ભુજ ચેપ્‍ટરના પ્રમુખ પંકજભાઈ મેહતા દ્વારા વિસ્‍તળત ચર્ચા વિચારણા કરાઈ હતી. જીતોના સંજયભાઈ દેસાઈ અને દીપકભાઈ પારેખ દ્વારા આ પ્રોજેક્‍ટના અમલીકરણ સંદર્ભે મોનિટરિંગ કરાશે. પંકજભાઈ મહેતાએ પ્રોજેક્‍ટમાં સહમતિ આપવા બદલ કચ્‍છ યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહનભાઈ પટેલ તેમજ મદદરૂપ થનારા સૌનો આભાર માન્‍યો હતો સાથે સાથે તેમણે ઉપસ્‍થિત બધાને નમો એપ ડોઉનલોડ કરી નમો એપના માધ્‍યમથી વધુમાં વધુમાં લોકોને આ ૯ સંકલ્‍પો લેવડાવવા આહવાન કર્યું હતું. ક્‍ચ્‍છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે આ પ્‍બ્‍શ્‍ થી રાષ્‍ટ્ર નિર્માણમાં સહભાગી થવા સાથે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્‍વપ્‍નને પણ સાકાર કરવામાં મદદરૂપ બનવાનું કાર્ય થશે. આ પ્રસંગે જીતો ભુજના પારસ શાહ, ધર્મેન્‍દ્ર પારેખ, મેહુલ મહેતા, તાપસ શાહ લેડીસ વિંગના  રેશ્‍માબેન ઝવેરી, દિપાલી શાહ, યુથ વિંગના પ્રીત મહેતા, અભિષેક શાહ, માર્ગી ઝવેરી, ફાલ્‍ગુની પારેખ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ડો.અમર મહેતા તેમજ આભાર વિધિ કચ્‍છ યુનિવર્સિટીના રજિસ્‍ટ્રાર અનિલભાઈ ગોરે કરી હતી.

(10:58 AM IST)