News of Wednesday, 31st December 2025
પોરબંદર પાસે ૩ મહિના પહેલા મહિલાની હત્યા કરનારા ર ઝડપાયા
ફટાણાના પુલ પાસે અજાણી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો : શરીર સંબંધ માટે મરનાર મહિલાને વાડીએ બોલાવી હતીઃ મરનારે ૪પ હજારની માંગણી કરીને બળાત્કારની ફરીયાદની ધમકી આપતા મહિલાને ગળેફાંસો આપી દીધો હતો

હત્યાના આરોપી રામદે અને જેઠાની તસ્વીર.હત્યા થયેલ મમતાબેનની તસ્વીર.
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૧ : નજીકના ફટાણા ગામના પુલ પાસે ૩ મહિલના પહેલા અજાણી મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ અજાણી મહિલાનું નામ મમતાબેન મૃત્યન્જયભાઇ યાદવ (ઉ.વ.૪૦) રે. ખંભાળીયાની હોવાનું તેમજ મમતાબેનની હત્યા આડા સંબંધમાં સોઢાના રામદે કાનાભાઇ અને મજીવાણાના જેઠા ઉર્ફે કારીયો સામતભાઇએ કર્યાનું ખુલતા પોલીસે બન્ને આરોપીને પકડી લીધા છે.
ફટાણાના પુલ પાસે ૩ મહિના પહેલા મળેલા મહિલાના મૃતદેહ અંગે તપાસમાં મૃતદેહ ખંભાળીયાના રહેવાસી મમતાબેન યાદવ ઉંમર ૪૦ ની હોવાનું ખુલ્યું અને તેને ગળે ફાંસો આપી આરોપી રામદે કાના ઉર્ફે સુકા અમર અને જેઠા ઉર્ફે કારીયો સામત ઓડેદરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બંને આરોપીએ શરીર સંબંધ માટે મૃતકને વાડીએ બોલાવ્યા બાદ મૃતકે ૪પ હજાર માંગ્યા હતા અને ન આપે તેને બળાત્કારની ધમકી આપતા તેને ગળફાંસો આપી મોતને ઘાટ ઉતારી અને પુરાવાનો નાશ કરવા વર્તુ નદીમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું. પોલીસે બંને આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બગવદર પોલીસ સ્ટેશનના અ.મોત નં. ૪૧/૨૦૨૫ તા. રપ-૯-ર૦રપના રોજ નોંધાયેલ હોય અને આ કામે મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય જેથી તાબાના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પોરબંદર જીલ્લામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરેલ તથા નજીકમાં આવેલ સરહદી જીલ્લાઓમાં આવી ગુમ જાણવા જોગ દાખલ થયેલ હોય તેની અલગ અલગ વોટસએપ ગૃપ બનાવી માહીતી મેળવતા આ કામે મરણ જનાર બાબતે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગથી દાખલ થયેલ હોવાની હકિકત મળતા ખંભાળીયા પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગના કામે થયેલ કાગળો તથા કોઇ ડીટેઇલનો ઉંડાણપુર્વક અભ્યાસ કરતા તેમજ ટેકનીકલ સોર્સથી તથા હ્યુમન સોર્સથી હકીકત મેળવતા આ કામે મરણજનાર મમતાબેન વા.ઓ. મૃત્યન્જય પ્રધાન યાદવ, ઉ.વ.૪૦ રહે. ખંભાળીયાનું ઝડપાયેલા આરોપીઓએ હત્યા કરેલાની હકીકત મળતા બંને આરોપીઓને શોધી કાઢી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ફટાણા પાસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલવાની કામગીરી પો.ઇન્સ. એમ.ડી.વાળા તથા પો. સબ ઇન્સ. શ્રી એ.એસ.બારા તથા એ.એસ.બારા તથા એએસઆઇ જી.એમ.વ્યાસ તથા એમ.ડી.સીસોદીયા તથા પો.હેડ કોન્સ. ડી.આર.સીસોદીયા તથા એ.કે.ઓડેદરા તથા પો.કોન્સ. મસરીભાઇ હરદાસભાઇ ચેતરીયા તથા દીલાવરસિંહ કચરાભાઇ કાછેલા તથા હીતેષ જશરાજભાઇ ધુધલીયા વિગેરે દ્વારા કરી હતી. (૪.૪)
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
