<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવામાનમાં પલ્‍ટોઃ ઝાકળવર્ષાઃ વાદળા છવાયા

કમોસમી વરસાદની આગાહી વચ્‍ચે ઠંડીમાં ઘટાડો યથાવતઃ મિશ્ર વાતાવરણનો માહોલ

રાજકોટ તા. ૩૧ :..  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે અને સવારે ઝાકળવર્ષા સાથે વાદળા છવાયા છે.

આજે સવારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. અને કચ્‍છના નલીયામાં ૧પ.૬, રાજકોટમાં ૧પ, અમરેલીમાં ૧૩.૮, જામનગરમાં ૧૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

મોરબી

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી :.. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા ૩૧/૧૨/૨૦૨૫ અને ૦૧/૦૧/૨૦૨૬ એમ બે દિવસ મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્‍થળોએ હળવાથી મધ્‍યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે

એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્‍તારના ગ્રામસેવક/ વિસ્‍તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર અથવા કિસાન કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહત્તમ તાપમાન ર૮.પ, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતિ ર.૩ કિ. મી. રહી છે.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. તા.૦૧-૦૧-૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓજેવા કે કચ્‍છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્રારકા જિલાઓમાં છુટાછવાયા સ્‍થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્‍યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્‍તારના ગ્રામસેવક / વિસ્‍તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્‍ટર ટોલ ફ્રી નંબર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(11:43 AM IST)