<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલ્ટો: ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

ચોમાસા જેવી ઋતુનો અનુભવ : વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો : પાકને નુકસાનની ભીતિ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩૧ :              ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવતા ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

         શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. પાકને નુકસાનની ભીતિ છે.

(11:34 AM IST)