<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કચ્છ જિલ્લા સરકારી હોસ્પિટલની સિવિલ સર્જનની ઓફિસની મિલ્કત જપ્તીની કાર્યવાહીથી ચકચાર

ભુજ કોર્ટે મેડિકલ ઓફિસરનો પગાર ન ચૂકવતા કર્યો હુકમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧: કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે. જનરલમાં સિવિલ સર્જનની ઓફિસની મિલ્કત જપ્તીની કાર્યવાહીથી કચ્છથી ગાંધીનગર સુધી આરોગ્યતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. વર્ષ ૨૦૧૧ સુધીના પોતાના ચડત પગાર મામલે ડો. હીરજી ભુડીયાએ કોર્ટ સમક્ષ ધાં નાખી હતી. જે અંતર્ગત ભુજ કોર્ટે ૨૦૧૭ માં પગાર ચૂકવવાના કરેલા આદેશનો ૮ વર્ષ થયા અમલ ન થતા અરજદારે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે ગંભીર નોંધ લઈ મિલ્કત જપ્તીનો હુકમ કર્યો હતો. જે અંતર્ગત સિવિલ સર્જનની કચેરીનું ફર્નિચર જપ્ત મિલ્કત જપ્તી કરાઈ હતી. જો હજી રકમ બાકી રહેશે તો તે રકમ કસુરવાર તંત્ર દ્વારા કોર્ટમાં જમા કરાવવી પડશે. અગાઉ મેડિકલ બોર્ડ દ્વારા પણ હુકમ કરાયો હતો છતાંય અમલ ન કરાતા અરજદાર ડો. હીરજી ભુડિયાએ કોર્ટમાં દાદ માંગી હતી.

(4:11 PM IST)