News of Thursday, 1st January 2026
મોરબીમાં એક દિવસમાં ત્રણ સ્થળે આગ: જાનહાની ટળી.
ફાયર વિભાગની ટીમે સમયસુચકતા વાપરી આગને કાબુમાં લઇ શ્રેષ્ઠ કામગીરી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં મંગળવાર ફાયર વિભાગ માટે થોડો ભારે રહ્યો હતો. શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેમાં ફાયર વિભાગની ટીમે સમયસુચકતા વાપરી આગને કાબુમાં લઇ શ્રેષ્ઠ કામગીરી કરી હતી.
આ ઘટનાઓમાં સૌપ્રથમ બનાવ સવારે બન્યો હતો. આશરે ૧૧ વાગ્યે ૧૦૧ ફાયર વિભાગને કોલ આવ્યો હતો કે લજાઈ પાસે બીજ કોર્પોરેશન કંપનીમાં આગ લાગી હતી. બપોરે આશરે ૩ વાગ્યે લાલપર વન વિભાગ હેઠળનાં જંગલમાં આગ લાગી હતી, તેમજ સાંજે ૭ વાગ્યાની આસપાસ ઘુંટુ રોડ હરીૐ સોસાયટીની સામે પંચરની દુકાનમાં આગ લાગવાના બનાવો બન્યા હતા.
જંગલમાં લાગેલી આગથી વનવિભાગે વાવેતર કરેલા ઝાડને નુકસાન થયું હતું. જ્યારે પંચરની દુકાનમાં પડેલા ટાયરમાં આગ લાગતા બધું જ બળીને ખાક થઇ ગયું હતું. પરંતુ એક પણ જગ્યાએ કોઈ જાન હાની થઇ ન હતી. આમ ફાયર વિભાગની સમયસુચકતાથી શ્રેષ્ઠ કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી.
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
