News of Thursday, 1st January 2026
ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકે નાહિનભાઈ કાજીની વરણીને આવકાર
રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગ દ્વારા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧: ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિનભાઈ કાજીની નિમણુકને રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફૉગે આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સંગઠનની નવી ટીમની જાહેરાત થયેલ હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે મુસ્લિમ સમાજના લોક લાડીલા અગ્રણી નેતા અને ગુજરાત હજ કમિટીના ડિરેક્ટર નાહિનભાઈ કાજીની નિમણુક થતાં રાજકોટ જિલ્લાના મુસ્લિમ સમાજમા હર્ષની લાગણી છવાઈ જવા પામેલ હતી. નાહિનભાઈ કાજીયે અગાઉ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચામા મહામંત્રી તરીકે ખુબ સારી કામગીરી કરેલ હતી તેઓ સીધા નાના કાર્યકર્તાઓ સાથે જોડાયેલા રહે છે અગાઉની સંસદની ચુંટણી વખતે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગ સહિતનાની ટીમ સાથે પોરબંદર અને રાજકોટની બેઠક ઉપર મુસ્લિમ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરેલ હતો. ટીમ વર્કથી કામગીરી કરેલ તેઓ ખૂબજ નિખાલસ સ્વભાવ ધરાવે છે. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે કમલમ ગાંધીનગર ખાતેની તેમની ઓફિસની મુલાકાત કરી નવ નિયુક્ત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ નાહિનભાઈ કાજીની મુલાકાત લઈ શુભેરછાઓ સાથે અભિનંદન પાઠવી આ વરણીને આવકારી હતી
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
