<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જામનગરમાં જયેશ રાઠોડને વિજ થાંભલેથી કરંટ લાગતાં દાઝ્‍યો

રાજકોટ તા. ૧: જામનગર શંકર ટેકરી શેરી નં. ૭ પ્રજાપતિની વાડી પાછળ રહેતો જયેશભાઇ વાલાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) રબારી પાર્ક ગેઇટ મોરકંડા રોડ પર ભરવાડની હોટલ પાસે હતો ત્‍યારે વિજ થાંભલાના તારમાંથી કરંટ લાગતાં દાઝી જતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.જયેશભાઇ અગાઉ સેન્‍ટીંગ કામ કરતો હતો. હાલ કોઇ કામ કરતો નથી. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો છે. જ્‍યાં ઘટના બની ત્‍યાં લાઇટનું કામ ચાલુ હોઇ તે વખતે કરંટ લાગતાં દાઝી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જામનગર એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:05 AM IST)