<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

હળવદ જમીન કોૈભાંડમાં સરકારી કર્મચારી કે અધિકારીઓની સંડોવણી ખુલવાની શકયતાઓ

 

(દીપક જાની દ્વારા) હળવદ તા.૧: હળવદના બહુચર્ચિત સરકારી જમીન બોગસ ડોકયુમેન્‍ટના આધારે પચાવી પાડવાના કૌભાંડમાં આરોપીની પુછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આ સમગ્ર મામલે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની પણ સંડોવણી ખુલી શકે છે. આ મામલે ડીવાયએસપી એસ. એચ. સારડાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, હળવદના મામલતદારે ફરિયાદ નોંધાવી હતી અને ૯ આરોપીઓ વિરુદ્ધ બનાવટી રેકર્ડ ઉભું કરીને સરકારી જમીન આયોજનબદ્ધ રીતે ઓળવી જવાનો કારસો રચવાનો આરોપ લગાવ્‍યો હતો. ફરિયાદીના જણાવ્‍યા પ્રમાણે આ આરોપીઓએ સરકારના બનાવટી સિક્કા બનાવ્‍યા હતા અને ખોટા દસ્‍તાવેજ બનાવી ખોટી નોંધ પાડી ૪૨ એકર જેટલી સરકારી જમીન પોતાના નામે કરીને આ જમીન ઉપર ૬૦ લાખ જેટલી પાક ધિરાણની લોન પણ લીધી હતી.

આ ઘટનામાં કુલ ૯ આરોપી પૈકીના ૫ આરોપીને અટક કરવામાં આવ્‍યા છે. આ કામના મુખ્‍ય આરોપી રમેશ બબાભાઈ સાકરીયા (રહે, હળવદ)ની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૧૧ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે. આરોપી રમેશ સાકરીયાએ આ સમગ્ર કાવતરું રચ્‍યું હતું. આ કામના અન્‍ય એક આરોપી મંજુબેન કે જે રમેશ ના માતળશ્રી થાય છે તેનું ૨૦૧૮ મા અવસાન થયું હતું.

આરોપીએ રેકોર્ડ મા ચેડા કરીને યુક્‍તિપૂર્વક રેવન્‍યુ રેકોર્ડ મેઇન્‍ટેન કરતી કચેરીઓ માં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવી  ને રજૂ કર્યા હતા. આ તમામ હુકમો ની નોંધ પણ પડાવી હતી.જેમાં અમુક કક્ષા એ તલાટી કમ મંત્રી અને અલગ અલગ અધિકારીઓ એ ભેગા મળી ને રેવન્‍યુ રેકોર્ડ મા નોંધ કરતી વખતે દસ્‍તાવેજો ની ખરાઇ કર્યા વગર જ નોંધ પાડી હોવા નું આરોપીની પૂછપરછમા જણાયું છે. જે થી આ ષડયંત્ર માં અન્‍ય આરોપી ની પણ સંડોવણી ખુલી શકે છે.(

(1:44 PM IST)