News of Thursday, 1st January 2026
છાછીયા ગામે બાળકને સુવડાવવા માટે ખાટલા પર ગોદડુ પાથરવાનું કહેતા કોમલને પતિ-સસરાએ મારમાર્યો
પતિએ વીખોડીયા ભરી ઓસરીમાં ઢસડી હાથમાં બટકુ ભરી મારમાર્યોઃ વિંછીયા પોલીસમાં પરિણીતાની ફરિયાદ

રાજકોટ તા. ૧: વિંછીયાના છાછીયા ગામમાં રહેતી પરિણીતાએ બાળકને સુવડાવવા માટે ખાટલા ઉપર ગોદડુ પાથરવાનું કહેતા પતિએ ઉશ્કેરાઇ જઇ પરિણીતાને વીખોડીયા ભરીને તેને પકડી ઓસરીમાં ઢસડી મારમારી હાથમાં બટકુ ભરી ઇજા કરતા વિંછીયાા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ છાછીયા ગામમાં રહેતી કોમલ મહુેશભાઇ જોગરાજીયા (ઉ.વ.ર૦) એ વિંછીયા પોલીસ મથકમાં પતિ મહેશ વિનુભાઇ જોગરાજીયા અને સસરા વિનુભાઇ જોગરાજીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. કોમલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેને સંતાનમાં વીસ દિવસનો એક પુત્ર છે. ગત તા. ૩૦/૧રના રોજ તે તથા પતિ બંને આખો દિવસ કામ કરી સાંજે ઘરે આવ્યા હતા. બાદ તેણે તેના પુત્રને દૂધ પીવડાવી તેને સુવડાવવા માટે ખાટલા પર ગોદડુ પાથરવાનું કહેતા પતિએ ઉશ્કેરાઇ જઇ કંઇ બોલ્યા વગર ઢીકાપાટુનો મારમારી મોઢા પર વિખોડીયા ભરી તેને પકડી ઓસરીમાં ઢસડી હતી, અને વાસણો ફેંકવા લાગ્યો હતો અને લાકડાની સોટી વડે હાથ અને પગમાં તથા વાંસાના ભાગે મારમારી ડાબા હાથમાં બટકુ ભરીને મોઢાના ભાગે ઘુસતો મારી ઇજા કરી હતી અને કહ્યું કે મારે તને જોતી નથી તું જતી રહે અને સસરાએ ગાળો આપી હતી. બાદ સાસુએ વચ્ચે પડી મને વધુ મારથી છોડાવી હતી બાદ તેણે તેના પિતાને ફોન કરી બોલાવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે વિંછીયા પોલીસ મથકના એ.એસ.આઇ. ડી. એ. માલકીયાએ તપાસ હાથ ધરી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
