News of Thursday, 1st January 2026
જામનગરનાં સચાણામાં જુથ અથડામણ : ઇસ્માઇલ સંધારનું મોત
માછલી પકડવાની જાળ બાબતે ૨૦૨૬નાં પ્રારંભે ખૂની ખેલ ખેલાયો : ૧૦ને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: જામનગરના સચાણામા નવા વર્ષનાં પ્રારંભે જુથ અથડામણ થતા ઇસ્માઇલ સંધારનું મોત થયુ છે. માછલી પકડવાની જાળ મુદ્દે ખૂની ખેલ ખેલાતા ૧૦ને ઇજા થઇ હતી.
પંચ એ પોલીસ સ્ટેશનમાં હાજી બચુભાઈ કકલ, ઉ.વ.૩ર, રે. તળાવ ફળીયા, સચાણાગામ, તા.જિ. જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૧ર-ર૦રપના સચાણા ગામે ફરીયાદી હાજી એ આરોપી અકબર દાઉદ બુચળ પાસેથી માછલી પકડવાની જાળી લીધેલ હોય જેના રૂપિયા બાબતે ફરીયાદી હાજી તથા આરોપી અકબર દાઉદ બુચળ વચ્ચે મનદુઃખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓ અકબર સાઉદ બુચળ તથા ઉમર દાઉદ બુચળ, સીદીક દાઉદ બુચળ, જાફર ઉમર બુચળ, ઈરમરાન ઉમર બુચળ તથા અફજલ ઉમર બુચળ, જુસબ ઓસમાણ ગંઢાર, સુલતાન જાકુભાઈ બુચળ, આબીદ હાજી સાયચા, જાકીરહુશેન જુમાઅલી જામ, સબીર અસગર બુચળ, જીલાની અસગર બુચળ, જાવેદ જુમાઅલી જામ, જુમા અલી જામ એ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તીક્ષણ હથીયારો સાથે આવી ફરીયાદી હાજી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલો કરી જેમાં ફરીયાદી હાજીના બનેવી ઈસ્માઈલભાઈને આરોપી અકબર દાઉદ બુચળ એ છરી વડે જીવલેણ ઈજા કરતા તેનું મોત નીપજાવી તમામ આરોપીઓએ ફરીયાદી હાજી તેમજ સાથેના સાહેદોને શરીરે તેમજ માથાના ભાગે માર મારી સામાન્ય તેમજ ગંભીર ઈજાઓ તથા મુઢ ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
