News of Thursday, 1st January 2026
ધ્રોલના હરીપર ગામે ‘નારાયણ વન'નું સર્જનઃ ૧૦૦૦ વૃક્ષોના વાવેતરની યોજના સાથે પર્યાવરણ જતનનો સ્તુત્ય સંકલ્પ
જ્યાં શ્રદ્ધા અને પ્રકળતિનો સંગમ થયો, ત્યાં સાકાર થયું ‘નારાયણ વન' : ધ્રોલ ‘મન હોય તો માળવે જવાય' અને જો તમારા ઈરાદા નેક હોય તો સ્વયં કુદરત પણ તમારો માર્ગ પ્રશસ્ત કરવા માટે આતુર હોય છેઃ આવી જ એક અદભુત અને પ્રેરણાદાયી ઘટના હરીપર ગામે આકાર લઈ રહી છે, જ્યાં ગ્રામજનોના પર્યાવરણ પ્રેમ અને અતૂટ શ્રદ્ધાએ અશકયને શકય કરી બતાવ્યું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧: તાલુકાના હરીપર ગામે ગોરડીયા હનુમાનજી દાદાના માર્ગ પર સ્થિત ‘નારાયણ વન' ખાતે પર્યાવરણની જાળવણીના ઉમદા હેતુ સાથે ભવ્ય વળક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ગ્લોબલ ર્વોમિંગની ગંભીર સમસ્યા સામે લડવા અને પ્રકળતિનું સંતુલન જાળવવાના ભાગરૂપે હરીપર ગ્રામ પંચાયત, PGVCL, વન વિભાગ અને સદભાવના વળદ્ધાશ્રમ ના સંયુક્ત ઉપક્રમે આ ‘નારાયણ વન' બનાવવાનું ભગીરથ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત પર્યાવરણ માટે અત્યંત ઉપયોગી અને ઓક્સિજનના અખૂટસ્ત્રોત સમાન ૫૦૦ પીપળા અને ઉમરા-વડલા સહિત કુલ ૧૦૦૦ વળક્ષોનું રોપણ કરવામાં આવશે, જેના પ્રથમ તબક્કાનાં વળક્ષો નુ વાવેતર થયું. આ કાર્યક્રમમાં PGVCL જામનગર સર્કલ ઓફિસના અધિક્ષક ઇજનેર શ્રી એચ. ડી. વ્યાસ સાહેબ તેમજ રૂરલ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર શ્રી એમ. એમ. રાબડીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતે વળક્ષારોપણ કરી પ્રકળતિ પ્રેમના આ કાર્યને પ્રોત્સાહિત કર્યું હતું.
સ્થાનિક નેતળત્વમાં હરીપર ગામના સરપંચ અને ધ્રોલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી રામજીભાઈ મુંગરા તથા અન્ય અનેક સંસ્થા ના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સહિત ગામના અન્ય આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને આ કાર્યને સફળ બનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવા છતાં હિંમત હાર્યા વગર પર્યાવરણ જતનનો મક્કમ સંકલ્પ કર્યો હતો. ભગવાન પર ભરોસો રાખી જ્યારે બોર કરવામાં આવ્યો ત્યારે પાણીનો ધોધ ફૂટતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઈરાદા અને મક્કમ સંકલ્પને કારણે હવે ગોરડીયા દાદાના માર્ગ પર ‘નારાયણ વન' સાકાર થઈ રહ્યું છે, જે સમગ્ર પંથક માટે પર્યાવરણ જતનની એક અનોખી મિશાલ બની રહેશે.(૨.૭)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
