News of Thursday, 1st January 2026
ફેસબુક એપ્લીકેશન પર ટ્રેકટર છાપ રૂા.૫ ની નોટના બદલામાં ૧૫ લાખ મળશે તેવી જાહેરાત અન્વયે જાફરાબાદના મીતીયાળા ગામની મહિલા સાથે ઓનલાઈન રૂા. ૧,૪૧,૭૫૦ ની છેતરપીંડી
સરકારી માણસો તથા વિડિયોગ્રાફી ખતના બહાને તેમજ સીબીઆઈ ઓફીસર તરીકેની ખોટી ઓળખ આપી ટ્રાન્ઝેકશન કરાવી છેતરપીંડી કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મઇ દ્વારા) અમરેલીઃ તા.૧, જાફરાબાદ તાલુકાના મીતીયાળા બીપીએલ વિસ્તારમાં રહેતી જાગળતિબેન મેઘજીભાઈ બાંભણીયા ઉ.વ.૪૪ ના ફેસબુક એપ્લીકેશન પર આવેલ જાહેરાત જેમાં ટ્રેક્ટર છાપ રૂપિયા પાંચની નોટના બદલામાં પંદર લાખ રૂપિયા મળશે.તે જાહેરાત અન્વયે જાગળતિબેને આ કામના આરોપીઓના વોટસએપ નં.૮૮૫૨૯૧૧૮૮૦,૯૨૮૬૨૨૭૫૭૭ તથા ૯૬૯૧૬૨૪૦૪૫ ઉપર વોટસએપ મેસેજ કરતા રજીસ્ટ્રેશન, જીએસટી તેમજ આઈડી બનાવવા તેમજ સરકારી માણસો તથા વિડિયો ગ્રાફી ખર્ચના બહાને તેમજ સીબીઆઈ ઓફીસર તરીકેની ખોટી ઓળખ આપી જાગળતિબેનના અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી કટકે કટકે રૂપિયા ૧,૪૧,૭૫૦ ટ્રાન્ઝેકશન કરાવી ઓનલાઈન. વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ધમકી આપી ગુનો કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલામાં દુકાનામો તસ્કરોએ હાથફેરો કર્યો
સાવરકુંડલા સંઘેડીયા બજાર શિવમ બેકરી પાસે રહેતા વિશાલભાઈ નાનજીભાઈ કોશીની દુકાન બંધ કરીને તા. ૨૫-૧૨ ના જતા રહેલ.ત્યારે રાત્રિના અને તા.૨૬-૧૨ ન સવાર દરમ્યાન કોઈ તસ્કરોએ દુકાનનું તાળુ તોડી દુકાનમાંથી સાબુની પેટી નંગ-૫ રૂા.૨૫૦૦ તથા માથામાં નાખવાની તેલની બોટલ નંગ- ૧૦ જે બોટલની કિંમત રૂા.૧૦ તથા આજુબાજુમાં આવેલ પાલાની શર્ટરવાળી દુકાનોમાંથી અલગ અલગ તારીખ અને સમયે રૂા. ૧૩,૧૦૦ ના માલસામાનની ચોરી કરી ગયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
અમરેલી જેસીંગપરા કબ્રસ્તાન સામે ધ્રુવ ચીનુભાઈ મૈસુરીયા,ધવલ ચીનુભાઈ મૈસુરીયા,રવજી મનજીભાઈ ચૌહાણ,હર્ષિત રવજીભાઈ ચૌહાણ જાહેરમાં મોટા અવાજે ઝગડો કરી એકબીજાએ ઢીકાપાટું મારી આવતા જતા રાહદારીઓને જાહેર સુલેહશાંતિનો ભંગ કરી ગુનો કરતા હે.કોન્સ.વર્જાગભાઈ મુળાસીયાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કોપીરાઈટનો ગુનો
અમરેલી, અમરેલી જુના માર્કેટયાર્ડ કળષિ મોલ કોમ્પ્લેક્ષ દુકાન નં. ૧૫ ગણેશ વિડિયો લેબના પિયુષભાઈ કનુભાઈ ગોહિલે પોતાની દુકાનમાં સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ ટી સીરીઝ કંપનીના હકકોવાળી ફિલ્મોના ઓડીયો ગીતોનું બીનઅધિકળત રીતે લાયસન્સ કે લેખિત પરવાનગી વગર પોતાના કોમ્પ્યુટર ઉપકરણોની મદદથી ઙ્કીવેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડિયો શુટીંગના વિડિયો ડેટામાં ઉપયોગ કરેલ હોય.તેમજ ડેટાનો બેકઅપ રાખતા હોય.ટી સીરીઝ કંપનીના કોપીરાઈટ હકકોનું ઉલ્લધંન થયેલ હોવાનું જણાતા તથા ઉપરોકત દુકાનમાંથી સદર ગુનાના કામે ઉપયોગમાં લેવાતા ઉપરોકત જણાવેલ મુદામાલની આશરે કુલ રૂા.૯૦,૦૦૦ ની રાખી ગુનો કર્યાની અમદાવાદના આશીષ ગૌતમભાઈ ભટે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલાના જુની કાતર ગામે પ્રૌઢા ઉપર હુમલો
રાજુલા તાલુકાના જુની કાતર ગામે રહેતા વિજલબેન જેઠાભાઈ જોગદીયા ઉ.વ.૫૦ તા. ૩૦-૧૨ ના સવારે ૯ વાગ્યે કાતર ગામમાંથી પોતાના ઘરે આવતા હતા.તે દરમ્યાન ભાવબેનના ઘરની સામેથી પસાર થતા ભાવબેનના દિકરી નીતાબેનએ વિજલબેનને કહેલ કે કેમ અમારા ઘરની સામેથી નીકળેલ છો.તેમ કહી ગાળો બોલી માતા પુત્રીએ ઢીકાપાટું વડે મારમારી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝેરી દવા પી જતા મોત
લાઠી તાલુકાના અડતાળા ગામે રહેતા કિરીટભાઈ અશોકભાઈ કથીરીયા ઉ.વ.૩૧ છેલ્લા ૧૫ વર્ષથી માનસિક બિમાર હોય.જે બિમારીથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પિતા અશોકભાઈ પોપટભાઈ કથીરીયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
દામનગરમાં યુવતિ ગુમ
દામનગરમાં રહેતી યુવિત ઘરેથી કોઈને કહયા વગર ગુમ થયાનું યુવતના ભાઈએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
