News of Thursday, 1st January 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે અનેક ભક્તોએ ધજા ચઢાવી
ઘણા ભક્તો પોતાના ગામ-શહેરથી મંદિરની મોટી ધ્વજા બનાવી સંઘ સાથે પદયાત્રા કરીને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં સંગીત ઢોલ નગારા સાથે મંદિરમાં ધ્વજા ચઢાવવાનો ભવ્ય કાર્યક્રમ કરીને મનોકામના પૂર્ણ કરે છે

રાજકોટ તા.૧
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ગુરુવારના રોજ ભક્તો મનોકામના પૂર્ણ કરવા માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના મંદિરે અનેક ભક્તોએ ધજા ચઢાવી હતી.
મંદિરમાં ધ્વજ ફરકાવવાથી વ્યક્તિના ધનમાં હંમેશા વધારો થાય છે.જેમ મંદિરનો ધ્વજ દૂરથી દેખાય છે, તેવી જ રીતે ધ્વજ ચડાવવાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં વિજયી બને છે અને તેની કીર્તિ સર્વત્ર લહેરાવે છે.
ઘણા ભક્તો પોતાના ગામ અને શહેરથી મંદિરની મોટી ધ્વજા બનાવી સંઘ સાથે પદયાત્રા કરીને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં સંગીત ઢોલ નગારા સાથે મંદિરમાં ધ્વજા ચઢાવવાનો ભવ્ય કાર્યક્રમ કરે છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
