<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

મોહનભાઈ કુંડારીયાને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ બનાવતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યલય પર એમના સન્માનનો કાર્યક્રમ યોજાયો.

જિલ્લામાંથી મોટી સંખ્યામા કાર્યકરો આગેવાનો શુભેરછા આપવા પહોંચ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોહનભાઈ કુંડારીયાને પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ બનાવતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યલય પર એમના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો 

 આ તકે જિલ્લામાંથી મોટી સંખ્યામા કાર્યકરો આગેવાનો શુભેરછા આપવા પહોંચ્યા હતા 

જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા,ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કૃભકોના ચેરમેન મગનભાઈ વડાવિયા,પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રણછોડભાઈ દલવાડી,નરેન્દ્રસિંહ ઝાલા,નિર્મલભાઈ, જીલ્લા ભાજપ મહિલા પ્રમુખ ભાવનાબેન કૈલા, મહામંત્રી નિર્મલાબેન હડીયલ, ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, નિર્મિતભાઈ જારીયા સહિત શહેર તાલુકા અને જિલ્લા ના હોદેદારો ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોહનભાઈને અભિનંદન પાઠવવા સાથે ઉત્તરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી

(10:16 PM IST)