<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

જામનગર,અમરેલી તથા મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓ આચરનાર આંતર રાજય ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લેવાયા

પાંચ લૂંટ/ ધરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી જામનગર-એલ.સી.બી: આરોપીઓને જામનગર લાલપુર ચોકડથી ઠેબા ચોકડી તરફ ’’મોરકંડા પાટીયા પાસે થી પકડી લીધા

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓ તથા પોલીસ અઘિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ લૂંટ,ધરફોડ ચોરી,મંદિરચોરીના અનડીટેકટ ગૂના શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી,એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર.વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો ધ્વારા લૂંટ/ચોરી ના અનડીટેકટ ગૂના શોઘી કાઢવા અંગે,જરૂરી વર્ક આઉટ કરી,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ  લૂંટ ધરફોડ ચોરીના  ગૂનાઓ શોધી કાઢવા કાર્યરત હતા

     ગત તા.૧૨/૧૦/૨૦૨૫ ના રોજ ફરીયાદી.પ્રફુલભાઇ લખમણભાઇ ભાડજા (રહે.જામનગર રણજીતસાગર રોડ,’’જે જે.જશોદા સોસાયટી’’) ફરીયાદીના રહેણાક મકાનમા બે અજાણ્યા શખ્શોએ પ્રવેશ કરી, ફરીયાદીના માતા જબુબેન ભાડજાને શરીરે ઇજા કરી,સાહેદના સોનાના દાગીના કિ.રૂ ૫૦,૦૦૦/- ની લૂંટ ચલાવેલ,સદરહુ  લૂંટનો ગૂનો અનડીટેકટ હતો  
   ગત તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ ફરીયાદી.મનોજભાઇ છગનભાઇ લીંબાસીયા (રહે.જામનગર રણજીતસાગર રોડ,જે જે.જશોદા સોસાયટી) તેમના રહેણાક મકાને ઉપરના માળે સૂતા હોય,તે મકાનના નીચે દરવાજા ના નકૂચા તોડી બે અજાણ્યા શખ્શોએ રહેણાક મકાનમા પ્રવેશ કરી,રોકડ,ડાયમંડ ઝવેલરી,સાડીઓ તથા સાહેદઃ-નિકુંજભાઇ મહેશભાઇ મોલીયાના મકાનની બાજુમાથી મો.સા નં- જીજે-૦૩-એલ.એ-૦૫૧૪ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ-૯૦,૦૦૦/-ની ચોરીને અંજામ આપેલ હતો,સદરહુ  ધરફોડ નો ગૂનો અનડીટેક હતો  
  દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ,હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા,યુવરાજસિંહ ઝાલા નાઓને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા રાત્રી દરમ્યાન રહેણાક મકાનને ટારગેટ કરી લૂંટ ચોરીને અંજામ આપના ઇસમો જામનગર લાલપુર ચોકડથી ઠેબા  ચોકડી તરફ  ’’મોરકંડા પાટીયા પાસે’’ લૂંટ ચોરીના દાગીના મુદામાલ સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે,તેવી હકીકત આધારે નીચે મુજબના ઇસમોને પકડી પાડી,મજકુરના કબ્જામાંથી લૂંટ ચોરીના મુદામાલ કબ્જે કરી,મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ .પી.એન.મોરીનાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી: ૧ બીલામ ઉર્ફે રામસીંગ ઉર્ફે જુવાનસિંગ દરીયાસીંગ ગણાવા (ઉવ.૨૯)( રહે-ગણાવા ફળીયુ બડી તા.જોબટ  જીલ્લો-અલીરાજપુર(મધ્યપ્રદેશ) ૨ લીલેશ ઉર્ફે નિલેશ કેલસીંગ આમલીયાર (અલાવા)  (ઉવ.૨૫)(રહે ફૂડ તાલાબ બોરી  જોબટ જીલ્લો- અલીરાજપુર (મધ્યપ્રદેશ) ૩ માનું ઉર્ફે નાનકો  કુંવરસિંગ નજરૂ મેડા (ઉવ.૨૦)( રહે –ઉમેરી તા-જોબટ જી-અલીરાજપુર (મધ્યપ્રદેશ) સેદુભર તા. જી અમરેલી) 
પકડવાના બાકી આરોપીઃ-(ફરારી)  ૧ સાલમભાઇ  પરમસીંગ ઉર્ફે પારૂભાઇ ગણાવા (રહે.ફૂડ તાલાબ બોરી  જોબટ જીલ્લો- અલીરાજપુર (મધ્યપ્રદેશ)  
લૂંટ ધરફોડ ચોરી ડીટેકટ ગૂનાઓઃ ક્રમ પો.સ્ટે ગુ.ર.નં/કલમ હેડ
૧ જામ પંચ બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૨૦૨૦૪૬૨૫૧૨૦૯/૨૦૨૫ બીએનએસ ક-૩૦૯(૪), ૩૦૯(૬), ૩૩૧(૬)   લૂંટ-ધરફોડચોરી
૨ જામ પંચ.બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં-૧૧૨૦૨૦૪૬૨૫૧૨૧૦/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૩૧(૩),૩૩૧(૪) ધરફોડ ચોરી
૩ અમરેલી જીલ્લાના વડીયા પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૧૯૩૦૬૦૨૫૦૩૫૪/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૫(એ),૩૩૧(૪) ધરફોડ ચોરી
૪ અમરેલી જીલ્લાના વડીયા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૩૦૬૦૨૫૦૩૫૫/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૫(એ),૩૩૧(૪) ધરફોડ ચોરી
૫ મોરબી જીલ્લા ના માળીયા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૮૯૦૦૨૨૫૦૮૭૦/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૫(એ),૩૩૧(૪) ધરફોડ ચોરી

અગાઉના ગુનામા ફરારી આરોપીઓઃ ક્રમ આરોપીનુ નામ પો.સ્ટે ગુ.ર.નં/કલમ ૧ બીલામ ઉર્ફે રામસીંગ ઉર્ફે જુવાનસિંગ, દરીયાસીંગ ગણાવા જામ પંચ એ પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૦૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૫૭, ૩૮૦,૧૧૪, (૨ લીલેશ ઉર્ફે નિલેશ કેલસીંગ આમલીયાર માળીયા મીંયાણા પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૮૯૦ ૦૨૨૫૦૮૨૮/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૩૧(૩),૬૨

કબ્જે કરેલ મુદામાલઃ-

૧ સોના દાગીના   વજન-  ૨૪ ગ્રામ ૨૦૦ મીલી ગ્રામ કિ.૨,૩૩,૯૦૦/
૨ ચાંદીના દાગીના વજન- ૭૪૩ ગ્રામ ૮૦૦ મીલી ગ્રામ કિ.રૂ. ૯૯,૨૦૦/-
૩ રોકડ  રકમ રૂ. ૨૦,૦૦૦/-
૪ મોબાઇલ ફોન- ૦૨ કિ.રૂ .૧૦,૦૦૦/-
૫ છતર, નાગ, જુમર વિગેરે પંચધાતુ ના છતર તથા શેષ નાગ ૪ કિલો ૪૦૦ ગ્રામ કિ.રૂ.૨૨,૦૦૦/
૬ ડીસમીસ,લોખંડનો ગણેશીયો,કટર,લોખંડ પાનુ કિ.રૂ.૨૦૦/-
 ટોટલ કબ્જે  મુદામાલ કિ.રૂ. ૩,૮૫,૨૦૦/-
આરોપીઓઃ-બીલામ ઉર્ફે રામસીંગ ઉર્ફે જુવાનસિંગ દરીયાસીંગ ગણાવા નો ગૂનાહિત ઇતહિાસઃ-  
૧) ધ્રોલ પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૧૨૦૨૦૧૪૨૦૪૮૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૧૪ (ધરફોડ ચોરી)
ર) રાજકોટ રૂરલ ના પડધરી પો.સ્ટે ગુ.ર.નંબર- ૦૩૮૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૧૪ (ધરફોડ ચોરી)
૩) રાજકોટ શહેર કુવાડવા પો.સ્ટે ગુ.ર.નંબર- ૪૪૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૧૪ (ધરફોડ ચોરી)
૪) મોરબી જીલ્લાના માળીયા મિંયાણાપો.સ્ટે.ગુ.ર.નં-૧૧૧૮૯૦ ૦૨૨૫૦૮૨૮/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૩૧(૩),(ધરફોડ ચોરી-કોશિષ )
આરોપીઓઃ-લીલેશ ઉર્ફે નિલેશ કેલસીંગ આમલીયાર નો ગૂનાહિત ઇતહિાસઃ-
૧) ધ્રોલ પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૧૨૦૨૦૧૪૨૦૪૮૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૧૪ (ધરફોડ ચોરી)
મજકૂર આરોપીઓએ જામનગર, અમરેલી,મોરબી જીલ્લામાં લૂંટ તથા ધરફોડ ચોરીઓને અંજામ આપેલ છે
ધરફોડચોરી કરવા માટે દિવસ જે તે સોસાયટીમા બંધ મકાન હોવાની ખાત્રી કરી,તેજ રાત્રીના  મકાનને ટારગેટ કરી,કટર મશીન,લોખંડના સળીયા,પકડ ગણેશીયાથી મકાનના દરવાજા  ના નકુચા તથા  તાળા તોડી લૂંટ ધરફોડ ચોરીને અંજામ આપતા હતા
આ કાર્યવાહી પો.ઇન્‍સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા, પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ,નિર્મળસિંહ એસ.જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર,કિશોરભાઇ પરમાર,રૂષિરાજસિંહ વાળા,ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઇ શીયાર,અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ધમેન્દ્રસિંહ એન જાડેજા,ભરતભાઇ ડાંગર,ભયપાલસિંહ જાડેજા,અજયભાઇ વિરડા,બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા  બીજલભાઇ બાલાસરા, સુરેશભાઇ માલકિયા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.   

(11:21 PM IST)