<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનો વિશાળ માનવ સાગર છલકાયો

વર્ષ 2026ના સ્વાગત સાથે જ દેશ-વિદેશથી આવેલા હજારો ભક્તોએ વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

નવા વર્ષના પહેલા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનો વિશાળ માનવ સાગર છલકાયો. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. વર્ષ 2026ના સ્વાગત સાથે જ દેશ-વિદેશથી આવેલા હજારો ભક્તોએ વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર પરિસરમાં 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નવા વર્ષની શરૂઆતને પાવન બનાવવા ભક્તો દ્વારા સોમનાથ દાદાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી.

 

(12:42 AM IST)